Anant Ambani Radhika Merchant Second Pre Wedding News In Gujarati : અનંત અંબાણી રાધિકા મર્ચેન્ટ 12 જૂનના રોજ લગ્નના પવિત્ર બંઘનમાં બંધાશે. આ દમિયાન મોટા સમાચાર સામે આવ્યાં છે. દેશના સૌથી ધનાઢ્ય ઉધોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પોતાના નાના દીકરા અનંતના લગ્નનો હરખ સમાતો નથી. તેઓ અનંત અંબાણીના લગ્નનમાં પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે. આ વચ્ચે અનંત રાધિકાનું બીજું પ્રીવેડિંગ યોજાશે તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે. જે એટલું ભવ્ય હશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો.
ઉલ્લેખનીય છે કે, 1થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે અનંત અંબાણી-રાધિકા મર્ચેન્ટનુ પ્રથમ પ્રીવેડિંગ યોજાયું હતું. જેમાં બોલિવૂડથી લઇને હોલિવૂડ સહિત વિશ્વના સોથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ વગેરે મહેમાનો પહોંચ્યા હતા. અનંત અંબાણી રાધિકા મર્ચેન્ટના પ્રીવેડિંગ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
હવે અનંત અંબાણીના સેકન્ડ પ્રીવેડિંગમાં અઢળક પૈસા વહાવવામાં આવશે. અનંત અંબાણી-રાઘિકા મર્ચેન્ટું બીજું પ્રીવેડિંગ ફંક્શન ધરતી પર નહીં આ વખતે અંબાણી પરિવાર લગભગ 800 મહેમાનોને લક્ઝરી ક્રૂઝ પર આમંત્રણ આપશે તેવા સમાચાર છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, લગ્ન પહેલાની બીજી પાર્ટી 28-30 મેના રોજ યોજાશે. આ જલસો દરમિયાન ક્રૂઝ કૂલ 4,380 કિમીનું અંતર કાપશે. આ ક્રૂઝ ઇટલીથી દક્ષિણ ફ્રાંસ માટે નીકળશે.
મહત્વનું છે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પુત્ર અને પુત્રવધૂના લગ્ન પહેલાની ઉજવણીને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. મળતી માહિતી અનુસાર, ક્રુઝ શિપ પર 600 સ્ટાફ મેમ્બર તૈનાત કરવામાં આવી રહ્યા છે જેઓ રહેવાની વ્યવસ્થા કરશે. સેલિબ્રિટી મહેમાનોની દરેક જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખશે.
અનંત અંબાણી 12 જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગ્ન ફક્ત મુંબઈમાં જ થશે, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શાહી લગ્ન લંડનમાં પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ કપલે 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં શાનદાક રીતે સગાઈ કરી હતી. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓની પુત્રી છે.