Anant Radhika Wedding : અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના 12 જુલાઈ 2024 ના રોજ ધામધૂમથી જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન થયા હતા. કપલના વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત જામનગરથી થઇ હતી ત્યારબાદ યુરોપમાં ક્રુઝમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને પછી મુંબઈમાં કપલ પરિવાર અને દેશ વિદેશથી આવેલા મહેમાનોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. તાજતેરમાં એવા ન્યુઝ સામે આવ્યા છે કે કપલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન લંડનમાં કરવાના છે.
કપલ પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન માટે લંડન જશે?
કેટલાક મીડિયા આઉટલેટ્સે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે અંબાણી લંડન જવા માટે ઉડાન ભરશે. બકિંગહામશાયરમાં પ્રખ્યાત સ્ટોક પાર્ક જે લક્ઝરી હોટેલ અને ગોલ્ફિંગ એસ્ટેટ છે ત્યાં લગ્ન પછીનું ફંક્શન યોજશે. જો કે, 7-સ્ટાર પ્રોપર્ટીએ આવા રિપોર્ટને નકારી કાઢ્યા હતા અને તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નિવેદન બહાર પાડ્યું હતું.
સ્ટોક પાર્કએ ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું કે, અમે સામાન્ય રીતે ખાનગી બાબતો પર કમેન્ટ કરતા નથી, પરંતુ તાજેતરના મીડિયા અનુમાનના પ્રકાશમાં અને સચોટતાના હિતમાં, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ઉનાળામાં એસ્ટેટમાં લગ્નની કોઈ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું નથી.
અનંત અને રાધિકાએ 12 જુલાઈના રોજ મુંબઈમાં હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ભવ્ય લગ્ન સમારોહ પછી 13 જુલાઈના રોજ શુભ આશિર્વાદ સમારોહ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રતિષ્ઠિત ધાર્મિક નેતાઓની હાજરી જોવા મળી હતી. 14 જુલાઇના ભવ્ય રિસેપ્શનમાં મનોરંજન ઉદ્યોગની અગ્રણી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો: Khel Khel Mein Song Hauli Hauli : અક્ષય કુમારની ખેલ ખેલ મે ફિલ્મના ટ્રેલર પહેલા ‘હૌલી હૌલી’ ગીત લોન્ચ, વેડિંગ સોંગમાં ગુરુ રંધાવા, હની સિંહ અને નેહા કક્કરનો અવાજ
મુંબઈમાં લગ્નના તમામ કાર્યો પૂર્ણ કર્યા બાદ અનંત અને રાધિકાએ જામનગરની મુલાકાત લીધી હતી જ્યાં સ્થાનિક લોકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અનંત અને રાધિકાના જીવનમાં જામનગરનું વિશેષ સ્થાન છે. અગાઉ માર્ચ 2024માં જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. અનંતના દાદી, કોકિલાબેન અંબાણીનો જન્મ જામનગરમાં થયો હતો, અને જામનગર તે જગ્યા છે જ્યાં તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીના વ્યવસાયનું મૂળ હતું.