Anant Radhika Wedding | અનંત રાધિકા વેડિંગ : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગઈકાલે શુક્રવારે 12 જુલાઈ 2024 ના ધામધૂમ લગ્ન થયા.પરિવારે લગ્નમાં કોઈ કમી રાખી નથી. દેશ વિદેશથી મહેમાનોને ઇન્વાઇટ કરવાથી લઈને જામનગર અને યુરોપમાં ક્રુઝમાં પ્રિ વેડિંગ સુધી અઢળક રૂપિયા વાપર્યા છે. અનંત અને રાધિકાઆ લગ્ન સેરેમનીના વિડિઓ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે. તાજતેરમાં રાધિકાના ગૃહ પ્રવેશનો વિડીયો સામે આવ્યો છે, અહીં જુઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યા છે. બૉલીવુડથી લઈને હોલીવુડની હસ્તીઓ લગ્નમાં હાજર રહી હતી. હવે નવદંપતીનો ગૃહ પ્રવેશનો વિડીયો સામે આવ્યો છે જેમાં અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટને આકાશ અંબાણી અને પત્ની શ્લોકા અંબાણી અને ઈશા અંબાણી કપલના કપાળમાં તિલક કરતા દેખાય છે, અને ગુલાબના ફૂલોનો વરસાદ શરૂ છે. તિલક કર્યા બાદ કપલને શ્લોકા અને આકાશ ભેટે છે અને કપલનું સ્વાગત કરે છે.જુઓ વિડીયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ગઈકાલે 12 જુલાઈએ તેમના લગ્ન પછી, આજે શનિવારે 13 જુલાઈએ આશીર્વાદ સમારોહ યોજશે, ત્યારબાદ આવતીકાલે રવિવારે 14 જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શન યોજાશે.





