Anant Radhika Wedding : અનંત રાધિકા વેડિંગ સેલિબ્રેશન શરૂ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) તેના ભવ્ય લગ્ન પહેલા બુધવારે રાત્રે મામેરુ સેરેમની (Mameru ceremony) ની ઉજવણી કરી હતી. ગુજરાતી ધાર્મિક વિધિમાં કન્યાના મામા તેના ઘરેણાં અને કપડાં ભેટમાં આપે છે. આ સમારોહ મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાને યોજાયો હતો.

સેરેમનીના ફોટા અને વિડિયો ઓનલાઈન ખુબજ વાયરલ થઈ રહ્યા છે. મુકેશ અંબાણી પરિવાર ઉપરાંત રાધિકાની મિત્ર જાહન્વી કપૂર અને તેના બોયફ્રેન્ડ શિખર પહારિયા ઇવેન્ટમાં પણ જોવા મળ્યા હતા. ઓરીએ ઇવેન્ટની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
મામેરું સેરેમનીમાં રાધિકાએ મલ્ટીકલર લહેંગા પહેર્યો હતો. તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી અને સરસ રીતે બ્રેઇડેડ હેયર સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ગ્રૂમ અનંત અંબાણીએ સેઈમ કલરના પાયજામા સેટ પહેરીને તેની મંગેતરની પ્રશંસા કરી હતી. બ્રાઈડ અને ગ્રૂમને રથ પર સવાર જોઈ શકાય છે જે વિવિધ પ્રાણીઓની મૂર્તિઓ સાથે જંગલની થીમને અનુસરે છે.
પરિવારના અન્ય સભ્યો પણ ગુલાબી શેડ્સમાં જોવા મળ્યા હતા. જ્હાન્વી કપૂર તેના બોયફ્રેન્ડ સાથે સમારોહમાં હાજરી આપી હતી તેણે પણ કલર થીમને અનુસરી અને મેચિંગ લહેંગા પહેર્યો હતો. બડે મિયાં છોટે મિયાં સ્ટાર માનુષી છિલ્લર પણ સમારોહમાં હાજર રહી હતી. ઇવેન્ટ માટે, અભિનેત્રીએ સુંદર ટેન્જેરીન સાડી પહેરી હતી.
નીતા અંબાણીની માતા : પૂર્ણિમા દલાલ
નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અનંતનું મામેરું લઈને પહોંચ્યા હતા. મામેરુંએ એક ગુજરાતી પરંપરા છે જેમાં મોસાળ અથવા મામાના પક્ષમાંથી ભાણેજના લગ્નના 1-2 દિવસ પહેલા ગિફ્ટસ લઈને આવે છે જેમાં કપડાં અને સોનુ વગેરે જેવી ભેટ આપવામાં આવે છે. વાયરલ વીડિયોમાં નીતા અંબાણી તેમની માતા અને અન્ય મહેમાનોનું કપાળ પર તિલક લગાવીને સ્વાગત કરતા જોઈ શકાય છે. મુકેશ અંબાણી, ઈશા અંબાણી, આકાશ, શ્લોકા અને આનંદ પીરામલ પણ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની અને ભૂતપૂર્વ અભિનેતા ટીના અંબાણી પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જવા માટે તૈયાર છે. એવું કહેવાય છે કે આ દંપતી 5 જુલાઈના રોજ NMACC સેન્ટરમાં એક ભવ્ય સંગીત સમારોહ યોજશે, જેમાં લગભગ 2000 લોકો હાજર રહી શકે છે.





