/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Nita-Ambani-Mehndi-.jpg)
અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની મહેંદી ચર્ચામાં, શું ખાસ એવું મહેંદીમાં, જુઓ વિડીયો
Anant Radhika Wedding | અનંત રાધિકા વેડિંગ : બિઝનેસ મેન મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી ગઈકાલે શુક્રવારે રાત્રે 12 જુલાઈ 2024 ના રોજ રાધિકા મર્ચન્ટ સાચે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આ લગ્ન ખુબજ ધામધૂમથી કરવામાં આવ્યા છે, અંદાજે 2600 કરોડ થી 3000 કરોડનો ખર્ચ થવાના અહેવાલ છે. અંબાણી પરિવારની મહિલાઓ રાજકુમારીઓની જેમ તેમના મોંઘાદાટ આઉટફિટ અને જવેલરી માટે ચર્ચામાં છે, હવે તાજતેરમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનો મહેંદીનો વિડીયો લોકોમાં ખુબજ ચર્ચામાં છે, એવું શું છે ખાસ મહેંદીમાં અહીં જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anant-Ambani-Radhika-Merchant-Wedding-Photo-2.jpeg)
નીતા અંબાણીની મહેંદીમાં શું છે ખાસ ?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ખુબજ ભવ્ય રીતે કરવામાં આવ્યા છે, લગ્ન હોઈ એટલે મહેંદીને કેમ ભુલાય! તાજેતરમાં નીતા અંબાણીની મહેંદીનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે મહેંદીમાં ફેમિલી મેમ્બરના નામ સાથે રાધા ક્રિષ્ના પણ જોવા મળે છે.
મહેંદીમાં પોતાના પ્રિયતમનું નામ કોતરવાની વર્ષો જૂની ભારતીય લગ્ન પરંપરામાંથી પ્રેરણા લઈને, નીતા અંબાણી મહેંદીની કલાને અનોખી રીતે પ્રકાશિત કરી છે મહેંદીમાં પરિવારના તમામ સભ્યોના નામ લખવામાં આવ્યા છે. આ ડિઝાઇનમાં, હથેળીમાં રાધા-કૃષ્ણ પર એક સુંદર મોટિફ અને હાથની પાછળના ભાગમાં નવા દંપતી અનંત, રાધિકા અને બાકીના અંબાણી પરિવારના નામ લખવામાં આવ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ગઈકાલે શુક્રવારે 12 જુલાઈ 2024 ના રોજ઼ લગ્ન કર્યા બાદ 13 જુલાઈ 2024 ના રોજ આશીર્વાદ સમારોહ યોજશે, ત્યારબાદ આવતીકાલે રવિવારે 14 જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શન યોજાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us