Anant Radhika Wedding : અનંત રાધિકા વેડિંગ સેલિબ્રેશન શરૂ છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને તેની બ્રાઈડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) 12 જુલાઈએ લગ્નના બંધન બંધાશે. લગ્નની તૈયારીઓ ગયા મહિને જ શરૂ થઈ ગઈ હતી અને હવે અંબાણી પરિવારના ઘરે બધી લગ્ન પહેલાની રસમ શરૂ થઇ ગઈ છે.

મામેરુ સેરેમનીનું આયોજન કર્યા પછી, અનંત અને રાધિકાએ 4 જુલાઈએ (ગુરુવાર) ના રોજ તેમની ગરબા રાત્રિની ઉજવણી કરી હતી. તેના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જાહ્નવી કપૂરના રૂમરડ બોય ફ્રેન્ડ શિખર પહારિયા અને તેના ભાઈ વીર પહરિયાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
શિખર પહરિયા અનંત રાધિકાના ફ્રેન્ડ્સ સાથે પોઝ આપ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગરબા નાઈટ માણતા શિખર પહારિયા અને વીર પહરિયાની કેટલીક ઝલક ઈન્સ્ટાગ્રામ પર સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં, શિખર સમારોહ દરમિયાન તેના ભાઈ વીર સાથે દુલ્હન અને વરરાજાના મિત્રો સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
શિખર બ્લ્યુ કલરના કુર્તામાં અને તેને જીન્સ સાથે જોવા મળ્યો હતો. તેણે કુર્તા ઉપર એથનિક પ્રિન્ટેડ જેકેટ પણ પહેર્યું હતું. બીજી બાજુ, વીર અત્યંત જમણા ખૂણામાં ઊભો છે. વીરે સફેદ ટ્રાઉઝર સાથે પેસ્ટલ ઓરેન્જ કુર્તો પહેર્યો હતો. આ ઉપરાંત ફોટામાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ હાજર છે. ગ્રૂપ સાથે પોઝ આપતાં તે કલરફુલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગે છે.
આ જ પોસ્ટ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં, વીરને ડાન્સ ફ્લોર પર 2018 લવયાત્રીનું ગીત છોગાળા તારા ગાતા જોઈ શકાય છે. મહેમાનોની હાજરીમાં ટ્રેક પરફોર્મ કરતી વખતે વીરએ માઈક પકડ્યું હતું.
જસ્ટિન બીબર પણ અનંત રાધિકા વેડિંગ સેલિબ્રેશનમાં માટે ઇન્ડિયા પહોંચ્યો
રીહાન્ના અને કેટી પેરીથી લઈને બેકસ્ટ્રીટ બોયઝ સુધી ઘણા હોલીવુડ કલાકારો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરી ચૂક્યા છે. હવે, પોપ સેન્સેશન જસ્ટિન બીબર શુક્રવારે કપલની સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે લોસ એન્જલસથી આવી ચુક્યો છે.
આ પણ વાંચો: Hina Khan: હિના ખાન કેન્સર સામે જંગ જીતવા કર્યું હિંમતભર્યુ કામ, વીડિયો જોઇ થઇ જશો ભાવુક
કેનેડિયન સિંગરનો મુંબઈ એરપોર્ટના ખાનગી ટર્મિનલમાંથી બહાર નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ફોટામાં, જસ્ટિન કેઝ્યુઅલ પોશાકમાં સજ્જ છે. તેણે લૂઝ-ફીટેડ ટી-શર્ટ અને ટોપી પહેરી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો મામેરુ સેરેમની
કોકિલાબેન અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા હોસ્ટ કરવામાં આવેલ, 3 જુલાઈના રોજ તેમનો મામેરુ સમારોહ યોજ્યો હતો. આ સમારોહ મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયા ખાતે યોજાયો હતો. અંબાણી પરિવાર અને તેમના નજીકના લોકો ઉપરાંત, જાન્હવી, તેના રૂમરડ બોય ફ્રેન્ડ શિખર અને તેના ભાઈ વીર સાથે, મામેરુ સમારંભમાં હાજરી આપી હતી.
બ્યુટી ક્વીન માનુષી છિલ્લર અને સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવત્રામાની ઉર્ફે ઓરીને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગુજરાતી સંસ્કૃતિમાં મામેરુ વિધિમાં કન્યાના મામાઓ લગ્નના 2-3 દિવસ પહેલા ભાણેજ માટે ભેટ લાવે છે. ભેટમાં દાગીના, ડ્રાય ફ્રૂટ્સ અને કપડાં વગેરે લાવે છે.
અહીં જવી દઈએ કે અનંત અંબાણી 12 જુલાઈ, 2024 ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. પરિવાર લગ્ન દરમિયાન ત્રણ સેરેમનીનું આયોજન કરશે, જે ત્રણ અલગ-અલગ દિવસોમાં યોજાશે. 12 જુલાઈના રોજ તેમના લગ્ન સમારોહ પછી, કપલનું અનુક્રમે 13 જુલાઈ અને 14 જુલાઈના રોજ રિસેપ્શનું આયોજન થશે.





