અનંત રાધિકા વેડિંગ (Anant Radhika Wedding) : અનંત અંબાણી (Anant Ambani) નું ઘર ઇન્ટેલિયા નવી વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ને આવકારવા થનગની રહ્યું છે. અનંત અંબાણી (Anant Amban) અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરશે. છેલ્લા કેટલાક દિવસોથી અંબાણી પરિવાર અનંત રાધિકા પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં વ્યસ્ત છે. ભવ્ય સંગીત નાઈટમાં જસ્ટિન બીબરએ પરફોર્મન્સ આપ્યું હતું. હલ્દી સેરેમની, મહેંદી અને કિંજલ દવે ગરબા નાઈટનું આયોજન કરાયું હતું. 10 જુલાઈએ એન્ટિલિયા ખાતે શિવ શક્તિ પૂજા હતી જેમાં લોકપ્રિય ગાયક અમિત ત્રિવેદીએ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. હવે વિશ્વની પ્રસિદ્ધ હસ્તીઓની લિસ્ટ પણ સામે આવી છે,

અનંત રાધિકા પ્રિ વેડિંગ ફંકશનમાં વિશ્વભરમાંથી ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ ભારતમાં આવી હતી. લગ્ન માટે પણ ઘણા લોકપ્રિય નામોની લિસ્ટ છે જેઓ આ ઇવેન્ટને ગ્રેસ કરવા માટે આવી રહ્યા છે. કિમ કિમ કાર્દાશિયન, જ્હોન સીના, જય શેટ્ટીથી માંડીને યુકેના પીએમ ટોની બ્લેર અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન જેવી ઘણી પ્રતિષ્ઠિત રાજકીય હસ્તીઓ અપેક્ષિત મહેમાનોની લિસ્ટમાં સામેલ છે.
અમિત ત્રિવેદીએ શિવ શક્તિ પૂજાનું લાઈવ પ્રદર્શન કર્યું
સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયાના વીડિયો વાયરલ થયો છે જ્યાં 10 જુલાઈના રોજ શિવ શક્તિ પૂજા યોજાઈ હતી. વીડિયોમાં, અનંત અંબાણી અને મુકેશ અંબાણી પૂજા કરતા જોઈ શકીએ છીએ જ્યારે અમિત ત્રિવેદી લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા છે. ગાયકને તેના સૌથી પ્રિય ગીતોમાંથી એક, કેદારનાથના નમો નમો ગાતા સાંભળી શકાય છે, જ્યારે બધા મહેમાનો પૂજા કરી રહેલા પિતા-પુત્રની જોડીને જોઈ રહ્યા છે.
પંડિત સાથે રાધિકા મર્ચન્ટ-અનંત અંબાણીનો વિડીયો
વિડિયોમાં ખૂબસૂરત બ્રાઈડ તો બી રાધિકા મર્ચન્ટને અદભૂત લહેંગા ચોલીમાં સજ્જ છે જ્યારે તેણી પેપ્સ માટે પોઝ આપે છે. ગ્રૂમ અનંત અંબાણી તેની પાછળ ઉભા છે અને પૂજારી પણ દંપતી સાથે પોઝ આપે છે.
એન્ટિલિયામાં શિવ શક્તિ પૂજામાં સેલેબ્સ
એન્ટિલિયા ખાતેના કાર્યક્રમમાં અમે જાન્હવી કપૂર સાથે બોયફ્રેન્ડ શિખર પહારિયા, રણવીર સિંહ , અટલી અને તેની પત્ની, સંજય દત્ત, મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની અને અન્ય સાથે જોવા મળ્યા હતા.
ગરબા નાઈટમાં કિંજલ દવેનું લાઈવ પરફોર્મન્સ
ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેને પણ અનંત રાધિકા વેડિંગ (Anant Radhika Wedding) સેલિબ્રેશનની ગરબા નાઈટમાં લાઈવ પરફોર્મન્સ માટે ઇન્વિટેશન હતું. સિંગરએ લાઈવ પરફોર્મન્સ આપ્યા બાદ કપલ મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે પોઝ આપ્યા હતા. કિંજલે સિમ્પલ લોન્ગ લાલ લોન્ગ સ્લીવ ક્રોપ ટોપ નીચે રેડ કલરના ડિઝાઈનિંગ લોન્ગ લહેંગામાં જોવા મળી હતી. જયારે નીતા અંબાણી મલ્ટી કલરના લહેંગા ચોલીમાં જોવા મળ્યા છે. બીજા વિડીયોમાં બ્રાઈડ તો બી રાધિકા મર્ચન્ટ અને અન્ય મહેમાન ગરબે ઘૂમી રહ્યા છે.
આ પણ વાંચો: Anant Radhika Haldi Ceremony: અનંત રાધિકા હલ્દી સેરેમની બોલિવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ Photos
શનાયા કપૂરએ મહેંદી સેરેમનીના ફોટા શેર કર્યા
શનાયા કપૂરએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનંત રાધિકા વેડિંગની મહેંદી સેરેમનીના ફોટા શેર કર્યા હતા . શનાયા ચોકર નેકલેસ અને ઇયરિંગ્સ સાથે ગુલાબી રંગના એથનિક સૂટમાં સજ્જ જોવા મળી હતી. તેનો મેકઅપ લાઈટ હતો, અને તેણે ગજરાથી શણગારેલા બનની હેયર સ્ટાઇલ કરી હતી.
પ્રથમ બે ફોટામાં, એક મહિલા શનાયાના હાથ પર મહેંદી લગાવતી જોવા મળી હતી અને અભિનેત્રી કેમેરા તરફ હસતી હતી. છેલ્લા સ્નેપશોટમાં શનાયાનો હાથ સુંદર મહેંદી ડિઝાઇનમાં દેખાય છે. કેપ્શનમાં શનાયાએ લખ્યું, “આજની મહેંદી, કાયમની યાદો!”
રાજકારણીઓને ખાસ આમંત્રણ
આ લગ્નમાં આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ, તેમના ડેપ્યુટી પવન કલ્યાણ, આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ, પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે.
100 પ્રાઈવેટ જેટ મુંબઈ પહોંચશે
મીડિયા રિપોર્ટ મુજબ, અંબાણી પરિવારે મહેમાનોને લઈ જવા માટે ત્રણ ફાલ્કન-2000 એરક્રાફ્ટ ભાડે લીધા છે. તેમજ આ સમયગાળા દરમિયાન મુંબઈ એરપોર્ટ પર 100 થી વધુ પ્રાઈવેટ પ્લેન આવવાની સંભાવના છે.
લગ્નમાં આવનાર મહેમાનોને રિટર્ન ગિફ્ટ મળશે
રિપોર્ટ અનુસાર લગ્નના મહેમાનો માટે ખાસ રિટર્ન ગિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં કરોડોની કિંમતની ઘડિયાળોનો સમાવેશ થાય છે, જે VIP મહેમાનોને આપવામાં આવશે. રાજકોટ, કાશ્મીર અને બનારસ સહિત દેશના વિવિધ શહેરોમાંથી આવેલા અન્ય મહેમાનો માટે રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો 12 જુલાઈએ તેમના લગ્ન પછી, 13 જુલાઈએ આશીર્વાદ સમારોહ યોજશે, ત્યારબાદ 14 જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શન યોજાશે.





