/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Ananya-Pandey-Rumoured-Boyfriend-Walker-Blanco.jpg)
અનન્યા પાંડે બર્થ ડે । રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોએ ખાસ રીતે વિશ કર્યું
Ananya Pandey | બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અહીં જણાવી દઈએ કે તે ચંકી પાંડેની પુત્રી છે.અભિનેત્રી અનન્યાને તેના જન્મદિવસ પર ઘણા સ્ટાર્સ દ્વારા અભિનંદન પાઠવ્યા આવી રહ્યા છે. અનન્યાને તેના જીવનના ખાસ વ્યક્તિ તરફથી પણ જન્મદિવસ પર એક ખાસ વિશ મળી છે. અનન્યા પાંડેના રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો (Walker Blanco) એ તેને તેના જન્મદિવસ પર ખાસ શુભેચ્છા પાઠવી છે.
અનન્યા પાંડે રૂમર્ડ બોયફ્રેન્ડ (Ananya Pandey Rumoured Boyfriend)
અનન્યા પાંડેને રૂમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોએ તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાની પોસ્ટ પર લખ્યું, 'હેપ્પી બર્થડે બ્યુટીફૂલ, તમે ખૂબ જ ખાસ છો આઈ લવ યુ એની'. પોસ્ટ જોઈને એવું લાગે છે કે વોકર બ્લેન્કોએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, જેની ચાહકો હંમેશા રાહ જોતા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Ananya-Pandey-1-1.jpg)
આ પણ વાંચો: અક્ષય કુમારની દરિયાદિલી, અયોધ્યાના વાનરો માટે દાન કર્યા 1 કરોડ રુપિયા
અનન્યા પાંડે અંગત જીવન (Ananya Pandey Personal Life)
એક વાયરલ વીડિયોમાં અનન્યા પાંડે તેના રૂમર્ડ બોયફ્રેન્ડના ફોન કોલને નજરઅંદાજ કરતી જોવા મળે છે. અનન્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેણે ક્યારેય સમજદાર બનવાની કોશિશ કરી નથી. અનન્યા પાંડેએ કહ્યું, મેં આ સમયે હાર સ્વીકારી લીધી છે. મને અહેસાસ થયો છે કે હું જેટલી વધુ કોઈ વસ્તુ છુપાવવાનો અથવા ગુપ્ત રીતે કંઈક કરવાનો પ્રયાસ કરીશ, તેટલાજ વધુ હું પકડાઈ જવાની શક્યતા ધરાવું છે તેથી મેં હવે છોડી દીધું છે. ગમે તે હોય! હવે મને વાંધો નથી. હું કંઈપણ છુપાવવાનો પ્રયાસ કરતી નથી.
આ પણ વાંચો: Arjun Kapoor | મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ બાદ અર્જુન કપૂરે જાહેર કર્યું કે તે સિંગલ છે, જુઓ વિડીયો
અનન્યા પાંડે મુવીઝ (Ananya Pandey Movies)
અનન્યા પાંડે હાલમાં જ તેની OTT પર રિલીઝ થયેલી ફિલ્મ 'કંટ્રોલ'માં જોવા મળી હતી. અનન્યા પાંડેની આ એક્ટિંગ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. ડિરેક્ટરથી લઈને ફેન્સ સુધી બધાએ અનન્યાની એક્ટિંગના વખાણ કર્યા છે. આગામી ફિલ્મની વાત કરીએ તો અનન્યા પાંડે 'શંકરા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને આર માધવન પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કરણ સિંહ ત્યાગી કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us