/indian-express-gujarati/media/media_files/2025/12/24/anil-kapoor-2025-12-24-18-27-44.jpg)
અનિલ કપૂર ફિટનેસ પ્રત્યે ઘણો સજાગ છે. Photograph: (સોશિયલ મીડિયા)
Anil Kapoor Fitness Secret : બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર આજે (24 ડિસેમ્બર) પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીઢ અભિનેતા અનિલ કપૂરની ફિટ બોડી માત્ર મોટી ઉંમરના લોકો માટે જ નહીં પરંતુ યુવા પેઢી માટે પણ મોટી પ્રેરણા છે. તેમને જોઈને એવું લાગતું નથી કે તેમને ઉંમર 69 વર્ષ છે.
દરેક ઇન્ટરવ્યૂમાં તેને તેમના ફિટનેસ સિક્રેટ્સ અને ડાયેટ પ્લાન વિશે પૂછવામાં આવે છે. અભિનેતા ઘણીવાર તેમના વર્કઆઉટ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને ચાહકો કોમેન્ટમાં તેમની ફિટનેસ રૂટિન જણાવવા કહે છે.
અનિલ કપૂર ફિટનેસ રહસ્ય
તમને અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ. અનિલ કપૂરની વર્કઆઉટ રૂટિનમાં કાર્ડિયો, વેઇટ ટ્રેનિંગ અને ફંક્શનલ ટ્રેનિંગનો સમાવેશ થાય છે. તે હંમેશા તેમના ટ્રેનર સાથે દોડતા, સાયકલ ચલાવવા અથવા વજન ઉઠાવતા વીડિયો શેર કરે છે. તે સામાન્ય રીતે તેમના વર્કઆઉટની શરૂઆત કાર્ડિયોથી કરે છે, જેમાં રનિંગ હોય છે કે સાઇક્લિંગ. અનિલ કપૂર પોતાની ફિટનેસ પ્રત્યે એટલા સમર્પિત છે કે તે એક પણ દિવસ વર્કઆઉટ ચૂકતા નથી.
પિંકવિલાના એક અહેવાલ મુજબ અનિલ કપૂરે પોતાની ફિટનેસ રૂટિન ચાહકો સાથે શેર કરી હતી અને કહ્યું હતું કે તે સૌથી પહેલા પૂરા સાત કલાકની ઊંઘ લે છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે દિવસની શરૂઆત ડાર્ટ્સ રમીને કરે છે. જેનાથી તેમની એકાગ્રતા અને ફોક્સ બન્યો રહે છે. તેમના જણાવ્યા અનુસાર આ રમત તેમને દિવસની શરૂઆતમાં એનર્જી આપે છે.
અનિલ કપૂર માટે ફિટનેસ જરુરી
અનિલ કપૂરે કહ્યું હતું કે મારા માટે ફિટનેસનો અર્થ છે પોતાના વિશે સારું અનુભવવું. હું તેને મારા વર્કઆઉટ્સ સાથે સંતુલિત કરવાનો પ્રયાસ કરું છું. મારા માટે કેમેરાનો સામનો કરવા માટે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. મારા ટ્રેનર માર્ક મારા માટે પ્લાન બનાવે છે અને તે મને જે કહે છે તે હું કરું છું. મને લાગે છે કે કેટલીકવાર વર્કઆઉટ કરતાં આહાર વધુ મહત્વપૂર્ણ હોય છે. ખોરાક સ્વાદ માટે નહીં પરંતુ વ્યક્તિની તાકાત અને સ્ટેમિના વધારવા માટે હોય છે.
સવારે 6 કલાકેથી દિવસની શરૂઆત થાય છે
અનિલ કપૂરે કહ્યું હતું કે તે સવારે 6 વાગ્યે ઉઠે છે અને વોર્મ અપ કરવા માટે 10 મિનિટ કાર્ડિયો કરે છે. આ સિવાય તે અઠવાડિયામાં ત્રણ દિવસ જીમમાં વર્કઆઉટ કરે છે અને બાકીના દિવસોમાં આઉટડોર એક્સરસાઇઝ કરે છે. તે કહે છે કે તે ફિટ અને સ્લિમ દેખાવા માંગે છે. તેમના મતે જો તે સ્લીમ હોય તો તે તમામ પ્રકારના પાત્રો કરી શકે છે, પરંતુ ભારે શરીર સાથે પાત્રો મર્યાદિત થઈ જાય છે.
આ પણ વાંચો - ધુરંધર અનન્યા પાંડેની ફિલ્મને નડી? 'તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી' એડવાન્સ બુકીંગ કેટલું થયું?
અનિલ કપૂર ધૂમ્રપાન કરતા નથી અને દારૂને હાથ લગાડતા નથી
નવી દિલ્હીમાં ડો.શિવ કે સરીનના પુસ્તક 'ઓન યોર બોડી: અ ડોક્ટર્સ લાઇફ સેવિંગ ટિપ્સ'ના વિમોચન પ્રસંગે બોલતા સોનમ કપૂરે કહ્યું કે તેના પિતા ખૂબ જ કડક છે અને દારૂ પીતા નથી અને ધૂમ્રપાન કરતા નથી. તેણે કહ્યું કે તેમની માતા સુનિતા કપૂરે શરૂઆતથી જ તેમના પિતાને સંયમિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સાચું કહું તો મને યાદ છે કે મારી માતાએ મુંબઈમાં પહેલું પર્સનલ ટ્રેનિંગ જિમ શરૂ કર્યું હતું. તે ઘણા વર્ષો પહેલાની વાત છે. તેથી મારી માતા શરૂઆતથી જ ખૂબ જ સ્વસ્થ છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us