અનિલ કપૂર જાહેરમાં શા માટે જેકી શ્રોફના પગ સ્પર્શ કરે છે? જગ્ગુ દાદાએ ચોંકાવનારું ખુલાસો કર્યો

Anil Kapoor: જેકી શ્રોફે તાજતેરમાં લહેરેન.કોમને ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ દરમિયાન જેકી શ્રોફે અનિલ કપૂરને લઇને મોટો ખુલાસો કર્યો છે.

Written by mansi bhuva
May 29, 2023 12:06 IST
અનિલ કપૂર જાહેરમાં શા માટે જેકી શ્રોફના પગ સ્પર્શ કરે છે? જગ્ગુ દાદાએ ચોંકાવનારું ખુલાસો કર્યો
અનિલ કપૂર અને જેકી શ્રોફ ફાઇલ તસવીર

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ અને અનિલ કપૂરની જોડીને ફિલ્મોમાં હિટ માનવામાં આવે છે. ઘણી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મો સિવાય બંને વચ્ચે રિયલ લાઈફમાં પણ બે ભાઇ જેવો પ્રેમ જોવા મળે છે. ઘણી ફિલ્મોમાં જેકીએ અનિલના મોટા ભાઈની ભૂમિકા ભજવી છે, ભલે તે તેના કરતા નાના હોય. હવે તેણે અનિલ કપૂરના વ્યક્તિત્વ વિશે વાત કરી છે.

જેકી શ્રોફે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેને ફિલ્મોમાં અનિલ કપૂરના મોટા ભાઈની ભૂમિકા ભજવવામાં કોઈ સમસ્યા નથી. તેણે એમ પણ કહ્યું કે, તેને બીજો લીડ રોલ નિભાવવામાં કોઈ સમસ્યા નથી, કારણ કે તેને સમગ્ર કારકિર્દી દરમિયાન તે કર્યું છે. જેકીએ ‘રામ લખન’, ‘ત્રિમૂર્તિ’, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોમાં અનિલના મોટા ભાઈની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: મલાઇકા અરોરા અર્જુન કપૂરની આવી તસવીર શેર કરવાને પગલે થઇ ટ્રોલ, યૂઝર્સે કહ્યું…શરમજનક

જેકી શ્રોફે Leharen.comને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને મોટા ભાઈની ભૂમિકા ભજવવા માટે ક્યારેય ખરાબ લાગ્યું નથી. વધુમાં તેઓેએ કહ્યું કે,”હું કદાચ ડબલ બોન્ડ છું અને તે થોડો પાતળો છે. હું એક હાથી છું, હું ભારે છું, તેથી જ હું હંમેશા મોટા ભાઈ તરીકે જ આવું છું.” જ્યારે પણ તે મને મળે છે, તે ચોક્કસપણે મારા પગને સ્પર્શ કરે છે. જેથી લોકો પણ વિચારે કે હું મોટો છું. આ વિશે જેકી શ્રોફે જણાવ્યું કે, જો તે ક્યારેય મને મળે છે, તો તે ચોક્કસપણે મારા પગને સ્પર્શ કરે છે જેથી લોકો પણ વિચારે કે હું મોટો છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ