/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Animal-Advance-Booking.jpg)
Animal Ott Release : આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણબીર કપૂરની એનિમલ
Animal Advance Booking : 'કબીર સિંહ' અને 'અર્જુન રેડ્ડી' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા આ દિવસોમાં આગામી ફિલ્મ 'એનિમલ' (Animal) ને લઈને ચર્ચામાં છે. આમાં રણબીર કપૂર (Ranbir Kapoor), રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 23 નવેમ્બરે રિલીઝ થયું હતું, જેણે ધૂમ મચાવી હતી. આમાં રણબીર અને બોબીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. દરમિયાન, ફિલ્મની રિલીઝના 8 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ (Advance Booking) પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના શો હાઉસફુલ જઈ રહ્યા છે. ફિલ્મની ટિકિટો હજારોની સંખ્યામાં વેચાઈ રહી છે.
'એનિમલ' માટે એડવાન્સ બુકિંગ શરૂ થતાંની સાથે જ લોકો ટુકડીઓમાં ટિકિટ બુક કરાવી રહ્યા છે. વેબસાઈટ ખૂબ જ વ્યસ્ત બની ગઈ છે. લોકો મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. મુંબઈમાં લોકોમાં આને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો ટિકિટ મેળવવા માટે હજારોનો ખર્ચ કરવા તૈયાર છે. તેની ટિકિટ પણ ખૂબ મોંઘી વેચાઈ રહી છે. મુંબઈમાં ફિલ્મનો સૌથી મોંઘો શો લગભગ હાઉસફુલ છે.
મુંબઈમાં 'એનિમલ'ની સૌથી મોંઘી ટિકિટ 2200 રૂપિયા હોવાનું કહેવાય છે. આ ટિકિટો આઇનોક્સ: મેસન જીઓ વર્લ્ડ પ્લાઝા, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે રાત્રે 11:30 વાગ્યાના શો માટે છે. બુકિંગ વેબસાઇટ્સ પર આડેધડ રીતે ફિલ્મની ટિકિટ બુક કરવામાં આવી રહી છે. 1500 થી 2000 રૂપિયાની કિંમતની ફિલ્મના શો પણ લગભગ વેચાઈ ગયા છે. તેના બુકિંગ પરથી અંદાજ લગાવી શકાય છે કે લોકોમાં ફિલ્મને લઈને કેટલો ઉત્સાહ છે.
આ પણ વાંચો: Amitabh Bachchan Bungalow: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને દીકરી શ્વેતાને જુહુનો બંગલો ગિફ્ટમાં આપ્યો
'એનિમલ'નો એડવાન્સ બુકિંગ રિપોર્ટ
જો કે, જો 'એનિમલ'ના એડવાન્સ બુકિંગ રિપોર્ટની વાત કરીએ તો, સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખોલતાની સાથે જ માત્ર એક દિવસમાં 1 લાખ 11 હજાર 317 ટિકિટ બુક થઈ ગઈ છે. આ પછી તેનું ગ્રોસ કલેક્શન 3.4 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા હિન્દીમાં રૂ. 3 કરોડથી વધુ, તેલુગુમાં રૂ. 33 લાખ 80 હજારથી વધુ અને તમિલમાં રૂ. 13,510નું કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો: Orry In Bigg Boss: ઓરીનો ખુલશે રાઝ..! ઓરહાન અવત્રામણીની બીગ બોસ 17માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
'એનિમલ'ની ટક્કર 'સામ બહાદુર' સાથે થશે
તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે બોક્સ ઓફિસ પર વિકી કૌશલની 'સામ બહાદુર' સાથે ટક્કર આપવા જઈ રહી છે. બંને ફિલ્મો માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. 'સામ બહાદુર'નું એડવાન્સ બુકિંગ પણ ખુલી ગયું છે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર કોનો દબદબો બરકરાર રહે છે તે જોવું રસપ્રદ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us