Animal Advance Bokking : રિલીઝ પહેલાં જ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની એનિમલે બંપર કમાણી કરી, જાણો ફિલ્મ ઓપનિંગ ડે પર કેટલી આવક કરશે?

Animal Advance Bokking : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનિત 'એનિમલ'1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે એનિમલનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. એનિમલની ટિકિટની કિંમત 220થી 2200 રૂપિયા સુધી છે.

Animal Advance Bokking : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનિત 'એનિમલ'1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે એનિમલનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. એનિમલની ટિકિટની કિંમત 220થી 2200 રૂપિયા સુધી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Animal | Animal and jaanwar special Connection | ranveer kapoor | jaanwar Movie | akshay kumar movie

'એનિમલ' અને અક્ષય કુમારની 'જાનવર' વચ્ચે ખાસ કનેક્શન છે?

Animal Advance Booking : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનિત 'એનિમલ'ને રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે એનિમલનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. એનિમલની ટિકિટની કિંમત 220થી 2200 રૂપિયા સુધી છે. ફિલ્મ મેકર્સે એડવાન્સ બુકિંગમાં બંપર કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

'સૈકનિક'ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એનિમલે એડવાન્સ બુકિંગમાં એકલા હિન્દી વર્ઝનમાં 8 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તે જ સમયે, તેલુગુમાં 91,48,509 રૂપિયા, તમિલમાં 70,460 રૂપિયા, કન્નડમાં 1,80,200 રૂપિયા એકત્રિત કર્યા છે. આવી સ્થિતિમાં તે કુલ 9.75 કરોડનું કલેક્શન કરીને શાહરૂખ ખાનની 'પઠાણ' અને 'જવાન'ના રેકોર્ડથી થોડા અંતર પર છે.

રિપોર્ટ અનુસાર, 'એનિમલ' અત્યાર સુધીમાં PVR, INOX અને સિનેપોલિસમાં 2779 સ્ક્રીન માટે 5 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. અત્યાર સુધીમાં 128 હજાર ટિકિટો વેચાઈ ચૂકી છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો : યામી ગૌતમની IAS ઓફિસર બનવાથી લઇને અભિનેત્રી બનવાની સફર, એક્ટ્રેસ આજે કરોડોની સંપત્તિની માલકિન

Advertisment

રણબીર કપૂરની ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું છે. ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે રણબીરની ફિલ્મ ઓપનિંગ પર બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરશે. એટલું જ નહીં આ વર્ષની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બનીને રેકોર્ડ પણ બનાવી શકે છે. આ સાથે વિકી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર' પણ રિલીઝ થશે. હવે જોવાનું રહેશે કે કોણ આગળ આવે છે અને કોણ પાછળ રહે છે. મહત્વનું છે કે, બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશને એનિમલને 18 રિવ્યૂ આપ્યાં હતા.

રશ્મિકા મંદાના ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ