Animal Box Office Collection Day 2 : બોક્સ ઓફિસ પર એનિમલનો જબરદસ્ત જલવો, શાહરૂખ ખાનની ‘જવાન’ને પછાડી બીજા દિવસે ઇતિહાસ રચ્યો, ‘સેમ બહાદુર’એ પણ રફતાર પકડી

Animal Box Office Collection Day 2 : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર 'એનિમલ'એ રિલીઝના બે દિવસમાં કમાલ કરી બતાવ્યું છે.જ્યાં 'એનિમલ'એ પહેલા દિવસની કમાણીના મામલે 'પઠાણ', 'ટાઈગર 3' અને 'ગદર 2'ના રેકોર્ડ તોડ્યા છે. તે જ સમયે તેણે તેના બીજા દિવસની કમાણીમાં 'જવાન'ને પણ પાછળ છોડી દીધી છે. બીજા દિવસે સેમ બહાદુરે પણ રફતાર પકડી છે.

Written by mansi bhuva
December 03, 2023 14:43 IST
Animal Box Office Collection Day 2 : બોક્સ ઓફિસ પર એનિમલનો જબરદસ્ત જલવો, શાહરૂખ ખાનની ‘જવાન’ને પછાડી બીજા દિવસે ઇતિહાસ રચ્યો, ‘સેમ બહાદુર’એ પણ રફતાર પકડી
રણબીર કપૂરની એનિમલએ બાહુબલી 2નો રેકોર્ડ તોડી 12માં દિવસે કર્યું આટલું કલેક્શન

Animal Box Office Collection Day 2 : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ‘એનિમલ’એ રિલીઝના બે દિવસમાં કમાલ કરી બતાવ્યું છે. એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર એક જ દિવસે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. તેવામાં એનિમલે શાહરૂખ ખાનની ‘જવાન’ને પછાડી બે દિવસની અંદર રેકોર્ડબ્રેક કમાણી કરીને ઇતિહાસ રચી દીધો છે. એનિમલના બીજા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.

‘એનિમલ’એ રિલીઝના પહેલા જ દિવસે 116 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો હતો. તે જ સમયે ભારતમાં તેણે પ્રથમ દિવસે 50 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે બીજા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. જેમાં રણબીર કપૂરની એનિમલ ઈન્ડિયા કલેક્શન માત્ર બે દિવસમાં 100 કરોડને પાર કરી ગયું છે.

સૅકનિલ્કના પ્રારંભિક ડેટા અનુસાર, રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’એ બીજા દિવસે 66 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પછી ફિલ્મનું કુલ કલેક્શન 100 કરોડને પાર કરીને 129.80 કરોડ સુધી પહોંચી ગયું છે.

જો ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો રણબીરની ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે હિન્દીમાં રૂ. 54.75 કરોડ, તેલુગુમાં રૂ. 8.55 કરોડ, કન્નડમાં રૂ. 9 લાખ, તમિલમાં રૂ. 4 લાખ અને મલયાલમમાં રૂ. 1 લાખની કમાણી કરી હતી.

બીજા દિવસે ‘જવાન’નો રેકોર્ડ બ્રેક

જ્યાં ‘એનિમલ’એ પહેલા દિવસની કમાણીના મામલે ‘પઠાણ’, ‘ટાઈગર 3’ અને ‘ગદર 2’ના રેકોર્ડ તોડ્યા છે. તે જ સમયે તેણે તેના બીજા દિવસની કમાણીમાં ‘જવાન’ને પણ પાછળ છોડી દીધી છે. જવાને બીજા દિવસે 63.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘એનિમલ’ એ 66 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે, સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘પઠાણ’ બીજા દિવસના કલેક્શનમાં પાછળ રહી ગઈ હતી. બીજા દિવસે તેણે 70.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.

આ પણ વાંચો : Junior Mehmood Health : જુનિયર મહમૂદ આ ગંભીર બીમારીનો શિકાર, ડોકટર્સે કહ્યું…જીવવા માટે માત્ર 40 જ દિવસ છે

‘સેમ બહાદુરે’ કેટલું કલેક્શન કર્યું?

આ સાથે જ જો વિકી કૌશલની ફિલ્મ ‘સૈમ બહાદુર’ની કમાણી પર નજર કરીએ તો સેકનિલ્કના રિપોર્ટ અનુસાર ફિલ્મે લગભગ 9.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી તેનું કુલ કલેક્શન 15.50 કરોડ સુધી પહોંચી ગયું છે. જો આપણે તેના ઓપનિંગ ડે કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 6.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ