Animal Box Office Collection Day 8 : રણબીર કપૂર સ્ટારર 'એનિમલ'ની કમાણીમાં આઠમાં દિવસે મોટો ધટાડો, ફિલ્મનો વિવાદ સંસદ પહોંચ્યો

Animal Box OFfice Collection Day 8 : એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી હિટ માનવામાં આવી રહી છે. રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ત્યારથી સિનેમાઘરો પર રાજ કરી રહી છે. રિલીઝના ચોથા દિવસથી ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવે એનિમલની 8માં દિવસની કમાણી સામે આવી ગઇ છે.

Animal Box OFfice Collection Day 8 : એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી હિટ માનવામાં આવી રહી છે. રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ત્યારથી સિનેમાઘરો પર રાજ કરી રહી છે. રિલીઝના ચોથા દિવસથી ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવે એનિમલની 8માં દિવસની કમાણી સામે આવી ગઇ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Animal Box Office Collection Day 12 | Animal Box Office Collection | Animal Record Break Bahubali 2 | Ranbir Kapoor | Prabhas

રણબીર કપૂરની એનિમલએ બાહુબલી 2નો રેકોર્ડ તોડી 12માં દિવસે કર્યું આટલું કલેક્શન

Animal Box Office Collection Day 8 : રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ત્યારથી સિનેમાઘરો પર રાજ કરી રહી છે. એનિમલ રિલીઝ થઇ તેને 8 દિવસ પૂર્ણ થઇ ગયા છે. આ આઠ દિવસની અંદર ફિલ્મ લગભગ ભારતમાં 361 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. જ્યારે વર્લ્ડવાઇડ એનિમલએ 563 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મે ઘણી અન્ય ફિલ્મોનો રેકોર્ડ તોડી ઇતિહાસ પણ સર્જ્યો છે. જો આ જ રફતાર સાથે ફિલ્મ ચાલી તો એનિમલ બોક્સ ઓફિસ સહિત વિશ્વભરમાં 1,000 કરોડનો આંકડો પાર કરી શકે છે. આ વચ્ચે એનિમલની 8માં દિવસની કમાણીનો આંકડો સામે આવી ગયો છે.

Advertisment

એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી હિટ માનવામાં આવી રહી છે. આ સિવાય બોબી દેઓલ માટે પણ આ ફિલ્મ લકી છે. આ ફિલ્મમાં તેના પાત્ર, બોડીના ખુબ વખાણ થઇ રહ્યા છે.

એનિલમના આઠમાં દિવસની કમાણી પર નજર કરીએ તો, પ્રારંભિક અંદાજ મુજબ ફિલ્મે 23.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે એનિમલનું કુલ કલેક્શન 361.80 કરોડ રૂપિયા થઇ ગયું છે. મહત્વનું છે કે, એનિમલએ ઓપનિંગ ડે પર 63.8 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મની કમાણીમાં વધારો થતો હતો.પરંતુ રિલીઝના ચોથા દિવસથી ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો હતો.

એનિમલએ રિલીઝના બીજા દિવસે 66.27 કરોડનું કલેક્શન કર્યું હતું. તો ત્રીજા દિવસે ફિલ્મે 7.83 ટકાના વધારા સાથે 71.46 કરોડનો બોક્સ ઓફિસ પર બિઝનેસ કર્યો હતો. જ્યારે ચોથી દિવસે ફિલ્મની કમાણીમાં મોટો ઘટાડો થયો હતો. એનિમલએ ચોથા દિવસે 43.96 કરોડનો જ બિઝનેસ કર્યો હતો. તો પાંચમાં અને છઠ્ઠા દિવસે ફિલ્મે 37.47 અને 30.39 કરોડનો બિઝનેસ કર્યો હતો.

Advertisment

સંદીપ રેડ્ડીની વાંગાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ એનિમલ વિવાદમાં સંપડાય છે. આ ફિલ્મમાં જે પ્રકારની હિંસા બતાવવામાં આવી છે તે ખુબ જ ભયાનક છે. આ ફિલ્મોમાં એક્શન, ડ્રામા, ક્રાઇમ, ઇન્ટિમસી, ડાયલોગ્સ જેવી ઘણી બાબતો વિવાદાસ્પદ હોવાની ચર્ચા તેજ થઇ છે. છત્તીસગઢના INCના સાસંદ રંજીત રંજને સંસદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એનિમલને લઇને પોતાનો મંતવ્ય પ્રગટ કર્યો હતો. આ વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો હતો.

રણજીત રંજને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સિનમા એ સમાજનો દર્પણ છે. આપણે આ જોઇને મોટા થયા છીએ. સિનેમા જોઇને યુવાનો પર ઘણો પ્રભાવ છે. આજકાલ કેટલીક એવી ફિલ્મો આવી રહી છે. જેમાં કબીરથી શરૂ કરીને પુષ્પા સુધી અને હવે એક પિકચર એનિમલ.

વધુમાં રણજીત રંજને કહ્યું કે, હું તમને કહીશ નહીં કે કોલેજમાં મારી દીકરી સાથે ઘણી છોકરીઓ ભણતી હતી. બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે ચિત્રમાંછી અડધા રડ્યા અને ઉભી થઇ, હોલની બહાર નીકળી ગઇ. આખરે સ્ત્રીઓની આટલી હિંસા અને મહિલાઓ સાછે છેડછાડ. મને ફિલ્મમાં આલી વસ્તુઓ બતાવવાનું યોગ્ય નથી લાગતું. જરા કબીર સિંહ જુઓ, તે તેની પત્ની અને લોકો, સમાજ સાથે કેવો વ્યવહાર કરે થે. તેને ન્યાયી ઠેરવતા પણ તે બતાવી રહ્યું છે. આ ફિલ્મ હિંસા, નકારાત્મક ભૂમિકાઓ 11માં અને 12માં ધોરણના બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે, જે પીડાદાયક છે. તેઓ તેમને રોલ મોડલ તરીકે માનવા લાગ્યા છે.

આ પણ વાંચો : શું મનોરંજનના નામ પર ખોટી મર્દાનગીનને પ્રોસ્તાહન આપી રહી છે રણબીર કપૂરની Animal? મેકર્સને આ પ્રશ્નોના જવાબ તો આપવા પડશે

એનિમલને ફિલ્મને લઇને વિવાદ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. આ ફિલ્મના સમર્થનમાં ઘણા સ્ટાર્સે મેસેજ મોકલ્યા છે. ફિલ્મની કમાણી પણ કરોડોમાં ચાલી રહી છે. હવે આ વિવાદ શું વળાંક લે છે તે જોવું રહ્યું.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ