/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/animal.jpg)
Animal Ott Release : આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણબીર કપૂરની એનિમલ
Animal On OTT : 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નો ક્રેઝ હજુ પણ લોકોમાં યથાવત છે. વર્ષ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક રણબીર કપૂરની એનિમલ પણ છે. એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. અને હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડીમરીની એકશનથી ભરપુર ફિલ્મ હવે ઓટીટી પર કઇ તારીખે રિલીઝ થશે જાણો.
કોઈપણ ફિલ્મ સિનેમા ઘરમાં રિલીઝ થાય તેના 60 દિવસ પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવે છે. એનિમલ ફિલ્મને લઈને ચર્ચા છે કે જાન્યુઆરી મહિનાના ચોથા અઠવાડિયામાં તેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
જો તમે હજુ સુધી રણબીર કપૂરની આ બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ જોવાનું ચૂકી ગયા છો તો બસ થોડા જ દિવસ રાહ જોઈ લો. ત્યાર પછી તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માણી શકો છો. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે તેવા સમાચાર છે. દિલચસ્પ વાત એ છે કે, સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, 'ઓટીટી વર્ઝનમાં અમુક સીન જોડવામાં આવશે. જેના પર થિયેટર્સમાં કાપ મૂકાયો હતો.'
એનિમલ ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 882 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે. એનિમલ ફિલ્મ રણબીર કપૂરના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us