બોલિવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ને કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આગામી એક્શન-થ્રિલર ‘એનિમલ’નું ટીઝર આજે રવિવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે રણબીર અને ‘એનિમલ’ બંને હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા છે. રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી અને રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
હવે ‘એનિમલ’ ટીઝરની વાત કરી તો શરૂઆત ઘણા લોકો માસ્ક પહેરીને થાય છે. રણબીરના હાથમાં કુહાડી જોવા મળી રહી છે. લાંબા વાળ અને હેવી શેવિંગમાં ચોકલેટી બોય રણબીર કપૂર ઉગ્ર દેખાઈ રહ્યો છે. સફેદ કુર્તા અને ધોતીમાં સજ્જ, અભિનેતા દરેકને કુહાડીથી કચડી નાખે છે. આ સાથે જ ટીઝરમાં પંજાબી ગીત પણ સાંભળી શકાય છે. જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
એનિમલનો વીડિયો શેર કરતા રશ્મિકાએ પણ પોસ્ટ કર્યો છે. રશ્મિકા મંદન્નાએ લખ્યું, ‘તમે તૈયાર છો. ‘એનિમલ’ની રિલીઝને હવે માત્ર બે મહિના બાકી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. મહત્વનું છે કે, આ દિવસે ‘ગદર 2’ અને OMG 2 પણ રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ જોરદાર ટક્કર કઈ ફિલ્મ જીતે છે.
રણબીર કપૂરે એનિમલ પર પ્રતિક્રિયા
એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે ‘એનિમલ’ની સ્ટોરી સાંભળ્યા બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘હું બાથરૂમમાં ગયો અને મારી જાતને અરીસામાં જોઈને ગભરાઈ ગયો. હું ક્યારેય કોઈ પાત્રની વાર્તાથી ડરતો નહોતો.’