Ranbir Kapoor Alia Bhatt Vicky Kaushal In lLove And War: રણબીર કપૂર છેલ્લે ફિલ્મ એનિમલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને અત્યાર સુધી 850 કરોડની કમાણી કરી હતી. દર્શકોને ફિલ્મમાં રણબીર કપૂરની તૃપ્તિ ડિમરી અને રશ્મિકા મંદના સાથે કેમેસ્ટ્રી ગમી. એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોલીવુડ એક્ટરે હવે વર્ષ 2024ના પ્રથમ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. ‘એનિમલ’ની સફળતા બાદ અભિનેતા ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે.

રણબીર, આલિયા અને વિકી કરશે લવ એન્ડ વોર
હા, તમે તે સાચું સાંભળ્યું. રણબીર કપૂરે નવા પ્રોજેક્ટનો ખુલાસો કર્યો કરવામાં આવી છે. આ વખતે તે સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે. તેની આગામી ફિલ્મનું ટાઇટલ છે – ‘લવ એન્ડ વોર’. જેમાં રણબીરની પત્ની આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. વિકીએ પોતે પોસ્ટર શેર કરીને આ માહિતી આપી છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે તેણે લખ્યું કે, ‘સિનેમાનું એક સ્વપ્ન સાકાર થયું છે.’ પોસ્ટર પર ત્રણેય સ્ટાર્સના હસ્તાક્ષર છે. એટલું જ નહીં, ફિલ્મ ‘લવ એન્ડ વોર’ની રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટર અનુસાર, ‘લવ એન્ડ વોર’ ફિલ્મ વર્ષ 2025માં ક્રિસમસ પર રિલીઝ થશે. તેને સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ વર્ષ 2024ની પહેલી સૌથી મોટી જાહેરાત છે એમ કહેવું ખોટું નહીં હોય. આ વખતે ત્રણ સ્ટાર્સ સંજય લીલા ભણસાલી સાથે હંગામો કરતા જોવા મળશે. ફિલ્મની જાહેરાત બાદ હવે ચાહકો આ ત્રણેયને જોવા માટે બેતાબ થઇ ગયા છે. તેમની જોડી કેવો જાદુ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આલિયા ભટ્ટ સાથે રણબીરની બીજી ફિલ્મ
તમને જણાવી દઈએ કે ‘લવ એન્ડ વોર’ રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હશે. આ પહેલા બંને પહેલીવાર ફિલ્મ ‘બ્રહ્મસ્ત્ર’ માં એક સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમની જોડીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે બોલીવુડ કપલ બંને ફરી વાર એક સાથે લવ એન્ડ વોર ફિલ્મમાં જોવા મળશે. તો આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મની વાત કરીયે તો બંને રાઝી જેવી ફિલ્મમાં એક સાથે કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો | Fighter Movie: ફાઇટર મુવી રિલીઝ પહેલા જ વિવાદમાં, આ દેશમાં મુકાયો પ્રતિબંધ
એટલું જ નહીં, ‘લવ એન્ડ વોર’ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સંજય લીલા ભણસાલી સાથેની બીજી ફિલ્મ છે. તેમજ વિકી કૌશલ પ્રથમ વખત ફિલ્મ નિર્માતા સાથે હાથ મિલાવી રહ્યો છે. હવે મોટા પડદા પર સંજય લીલા ભણસાલી અને ટેલેન્ટેડ એક્ટર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ ત્રણેયની જોડીનો જલવો જોવા દર્શકો આતુર છે.





