/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-28T113743.820.jpg)
Animal Teaser : રણબીર કપૂરની આગામી ફિલ્મ એનિમિલનું ટીઝર રીલીઝ
Ranbir Kapoor Animal Teaser : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbeer Kapoor) આજે 28 સપ્ટેમ્બરે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર એનિમલના નિર્માતાઓએ અભિનેતા અને તેના ચાહકોને એક શાનદાર ભેટ આપી છે. એનિમલના નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે.
એનિમલ મુવીમાં અનિલ કપૂર અને રણબીર કપૂર પિતા-પુત્રના પાત્રમાં જોવા મળશે. ત્યારે અનિલ તેના પુત્રથી એકદમ નિરાશ હોય છે. આ સ્ટોરી પિતા-પુત્રના સંબંધો અને બદલો પર આધારિત હોય તેવું લાગે છે. જો કે,સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે તેવી દરેકને અપેક્ષા છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને રશ્મિકા ઉપરાંત બોબી દેઓલ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે અને તેનો અંદાજ ટીઝર જોયા બાદ લગાવી શકાય છે. એનિમલના ટીઝરના અંતમાં બોબી દેઓલની ઝલક છે. બોબી દેઓલ 8 સેકન્ડની અંદર પોતાની છાપ છોડતો જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us