Animal Trailer Twitter Review : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર એનિમલ રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ મેકર્સે ગઇકાલે 23 નવેમ્બરે એનિમલનું ટ્રેલર રિલીઝ કરી દીધું હતું. આ સાથે એનિમલ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. હવે લોકો એનિમલનું ટ્રેલર જોઇને ટ્વિટર પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ અહેવામાં વાંચો એનિમલનું ટ્વિટર રિવ્યૂ.
સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શન હેઠળ બનેલી એનિમલમાં રણબીર કપૂર જબરદસ્ત એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ બોબી દેઓલના અમુક સેકંડના સીને પણ દર્શકોના દિલ જીતી લીધા. આવી સ્થિતમાં એનિમલ આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે.
રણબીર કપૂરે એનિમલમાં પિતા પ્રત્યેના પ્રેમમાં પાગલ ઇમોશનલ પુત્ર અને ખુંખાર વ્યક્તિનું પાત્ર પ્રશંસનીય નિભાવ્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે.એનિમલનું ટ્રેલરમાં રણબીર કપૂર અને બોબી દેઓલનો એક સીન લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અમુક લોકો બોબી દેઓસલની એક્ટિંગ પર ફિદા થઇ ગયા છો તો કોઇ રણબીર કપૂરના લૂક પર.
આ સિવાય લોકો અનિલ કપૂરને લઇને પણ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા તેજ થઇ છે. ત્યારે એક યૂઝરે ટ્વિટર પર લખ્યું કે, આ ફિલ્મ રણબીર કપૂરની શાનદાર ફિલ્મોમાંથી એક છે. તો બીજા યૂઝરે લખ્યું કે,’હંગામો મચી ગયો છે. તે જોવા ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જઈશ, મજા આવી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એનિમલ ફિલ્મનું ટ્રેલર જોઈને હું ડરી ગયો, આ ગીત શરૂ થયું ત્યાં સુધી હું સતત રડતો રહ્યો.’
વધુ એક યુઝરે લખ્યું, ‘શું ટ્રેલર છે! પ્રથમ દિવસે જોવાનો પ્લાન છે. બધું સારું છે. રણબીર કપૂર, અનિલ કપૂર, લોર્ડ બોબી, BGM, બધું જ પરફેક્ટ. રણબીર કપૂરે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે શા માટે તેના સમયના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.
આ એક્શન થ્રિલર મુવી ‘એનિમલ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ‘A’ (એડલ્ટ) સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ માહિતી ફિલ્મના મેકર્સ દ્વારા આપવામાં આવી હતી. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે ફિલ્મ કેટલા કલાકની હશે.
ઉલ્લેખનીય છે કે, એનિમલના નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા અને રણબીર કપૂર પહેલીવાર સાથે કામ કર્યું છે. સંદીપ રેડ્ડીએ એનિમલ પહેલાં અર્જુન રેડ્ડી અને તેની બ્લોકબસ્ટર હિન્દી રીમેક કબીર સિંહ જેવી ફિલ્મો બનાવી છે. આ બંને ફિલ્મોમાં હીરોનો રોલ આક્રમક હતો. આવા સંજોગોમાં એનિમલમાં રણબીર કપૂરનું પાત્ર પણ ગુસ્સાભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
હવે એનિમલની સમયમર્યાદાની વાત કરીએ તો ફિલ્મ 3 કલાક 21 મિનિટની છે. આ ફિલ્મ કુલ 200 મિનિટની છે.એનિમલ તાજેતરમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં સૌથી લાંબી ફિલ્મ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફિલ્મની સ્ટોરી રસપ્રદ નહીં હોય તો લગભગ સાડા ત્રણ કલાકની ફિલ્મ જોવી દર્શકો માટે ખૂબ મુશ્કેલ બની શકે છે. મલ્ટિપ્લેક્સમાં, ફિલ્મ પહેલાં જાહેરાતો અને ઇન્ટરવલ હોય છે. તેથી દર્શકોને ફિલ્મ એનિમલ જોવા માટે લગભગ 4 કલાક જેટલો સમય આપવો પડશે.
‘એનિમલ’માં રણબીર કપૂરની ટક્કર બોબી દેઓલ સામે થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી અને શક્તિ કપૂર પણ છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે. બીજી બાજુ વિકી કૌશલની ‘સામ બહાદુર’ પણ આ જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે, તેથી બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજા સાથે ટકરાઈ શકે છે.





