Animal world wide Box Office Collection Day 3 : વિશ્વભરમાં રણબીર કપૂરની ‘એનિમલ’નો ડંકો, આ આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ છોડી રચ્યો ઇતિહાસ

Animal World Wide Box Office Collection Day 3 : રણબીર કપૂરની 'એનિમલ'નો ડંકો દેશમાં નહીં જ વિદેશમાં પણ વાગ્યો છે. રણબીર કપૂરની આ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર નંબર 1 ફિલ્મ બનીને ઉભરી છે. હવે એનિમલનું ત્રીજા દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન સામે આવ્યું છે.

Written by mansi bhuva
Updated : December 04, 2023 14:07 IST
Animal world wide Box Office Collection Day 3 : વિશ્વભરમાં રણબીર કપૂરની ‘એનિમલ’નો ડંકો, આ આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ છોડી રચ્યો ઇતિહાસ
રણબીર કપૂરની એનિમલએ બાહુબલી 2નો રેકોર્ડ તોડી 12માં દિવસે કર્યું આટલું કલેક્શન

Animal Box Office Collection Day 3 : રણબીર કપૂરની ‘એનિમલ’નો ડંકો દેશમાં નહીં જ વિદેશમાં પણ વાગ્યો છે. આ ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ પર સારૂં પ્રદર્શન કરીને એક સપ્તાહમાં તાબડતોબ કમાણી કરી છે અને હજુ પણ રફતાર ધીમી પડી નથી. રણબીર કપૂરની આ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર નંબર 1 ફિલ્મ બનીને ઉભરી છે. હવે એનિમલનું ત્રીજા દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન સામે આવ્યું છે.

રવિવારે એનિમલનું વર્લ્ડવાઈડ કલેક્શન 116 કરોડ રૂપિયા હતું. આ સાથે જ વિશ્વભરમાં ‘એનિમલ’નું કુલ કલેક્શન 340 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સાથે ‘એનિમલ’એ હોલિવૂડ સહિત ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

સપ્તાહના અંતે ભારતમાં રૂ. 233 કરોડનો બિઝનેસ થયો હતો, જ્યારે પ્રારંભિક અનુમાન મુજબ, વિદેશમાં 106 કરોડ રૂપિયા (12.4 મિલિયન યુએસ ડોલર)નો બિઝનેસ થયો હતો.

મળતી માહિતી અનુસાર, માસ્ટર અને RRR પછી એનિમલ ત્રીજી ભારતીય ફિલ્મ બની છે. જે ઓપનિંગ વીકેન્ડમાં વૈશ્વિક બોક્સ ઓફિસ પર પોતાનો આટલો જબરદસ્ત જલવો બતાવીને #1 સ્થાન હાંસલ કર્યું છે.

આ પણ વાંચો : Animal Ott Release : આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણબીર કપૂરની એનિમલ, આ છે પ્લાન?

મહત્વનું છે કે, રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનિમલ’ વિશ્વભરમાં બોક્સ ઓફિસમાં ટોપ રહેલી મૂળની હિન્દી પ્રથમ ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો છે. ‘એનિમલ’ ને વિશ્વભરમાં ‘નેપોલિયન’ અને ‘હંગર ગેમ્સ’ સાથે સ્પર્ધા કરવી પડી હતી. નેપોલિયને સપ્તાહના અંતે US$36 મિલિયન (રૂ. 300 કરોડ)ની કમાણી કરી હતી, જ્યારે હંગર ગેમ્સે ત્રણ દિવસમાં US$30 મિલિયન (રૂ. 250 કરોડ)ની કમાણી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ