Anoop Soni Deepfake Video : ક્રાઇમ પેટ્રોલ ફેમસ અનુપ સોની ડીપફેક વીડિયોનો શિકાર, એક્ટરે આપી ચેતવણી

Anoop Soni Deepfake Video : આમિર ખાન (Aamir Khan) અને રણવીર સિંહ (Ranveer Singh) બાદ હવે સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ ફેમ અનુપ સોની ડીપફેક વીડિયો (Anoop Soni Deepfake Video) નો શિકાર બન્યા છે.

Anoop Soni Deepfake Video : આમિર ખાન (Aamir Khan) અને રણવીર સિંહ (Ranveer Singh) બાદ હવે સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ ફેમ અનુપ સોની ડીપફેક વીડિયો (Anoop Soni Deepfake Video) નો શિકાર બન્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Anoop Soni Deepfake Video | Anoop Soni | Anoop Soni Movies and Tv Shows

Anoop Soni Deepfake Video : ક્રાઇમ પેટ્રોલ ફેમસ અનુપ સોની ડીપફેક વીડિયોનો શિકાર

Anoop Soni Deepfake Video : મોટાભાગના કલાકારો આનો શિકાર ડીપફેક વીડિયો (Deepfake Video) નો શિકાર બની ગયા રહ્યા છે. જેમાં આમિર ખાન (Aamir Khan) થી લઇને આલિયા ભટ્ટ (Alia Bhatt), દીપિકા પાદુકોણ (Deepika Padukone) વગેરે સામેલ છે. હવે સાવધાન ઇન્ડિયા સ્ટાર એક્ટર અનુપ સોની (Anoop Soni) તેનો શિકાર બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે IPL પર સટ્ટાબાજીની વાત કરી રહ્યો છે. રવિવારે, તેણે ડીપફેક વીડિયો અંગે જાહેરમાં ચેતવણી જારી કરી હતી.

Advertisment
Anoop Soni Deepfake Video | Anoop Soni | Anoop Soni Movies and Tv Shows
Anoop Soni Deepfake Video : ક્રાઇમ પેટ્રોલ ફેમસ અનુપ સોની ડીપફેક વીડિયોનો શિકાર, એક્ટરે આપી ચેતવણી

અભિનેતા અનુપ સોનીના AI દ્વારા બનાવેલા આ ડીપફેક વીડિયોમાં તેના શો 'ક્રાઈમ પેટ્રોલ'ના વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવાનું કહી રહ્યો છે. અનુપ સોનીના ફેક વાયરલ વીડિયોમાં રોહિત ખટ્ટર નામના વ્યક્તિની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અપીલ કરાઇ રહી છે. રોહિત ખટ્ટર ક્રિકેટનો સૌથી મોટો ફિક્સર છે, જે મોટી મેચ ફિક્સ કરીને જેલ પણ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા અનુપે એક નિવેદનમાં કહ્યું, 'આ એક સંપૂર્ણ રીતે ફેક વીડિયો છે, અને આપણે બધાએ એ વિશે સતર્ક રહેવું જોઈએ.

Advertisment

આ પણ વાંચો : Mr and Mrs Mahi Trailer : ક્રિકેટ અને રોમાન્સથી ભરપૂર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ટ્રેલર, લોકોએ કહ્યું, ‘2024ની શ્રેષ્ઠ ફિલ્મ’

અનુપ સોનીના આ ફેક વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આવા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અનુપ પહેલા અભિનેતા આમિર ખાન અને રણવીર સિંહ આનો શિકાર બની ચૂક્યા છે.

celebrities મનોરંજન ન્યૂઝ