Oscar 2025 | ઇન્ડિયન શોર્ટ ફિલ્મ અનુજા ઓસ્કારની રેસમાંથી બહાર, ડચ ફિલ્મને મળ્યો એવોર્ડ

Oscar 2025 | ભારતમાં ઓસ્કાર 2025નું પ્રસારણ 3 માર્ચે સવારે 5.30 વાગ્યાથી શરૂ થયું છે. આ વખતે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કોમેડિયન કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે.

Oscar 2025 | ભારતમાં ઓસ્કાર 2025નું પ્રસારણ 3 માર્ચે સવારે 5.30 વાગ્યાથી શરૂ થયું છે. આ વખતે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કોમેડિયન કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Anuja short film is out of Oscar 2025 nomination

ઇન્ડિયન શોર્ટ ફિલ્મ અનુજા ઓસ્કારની રેસમાંથી બહાર, ડચ ફિલ્મને મળ્યો એવોર્ડ

Oscar 2025 | ઓસ્કાર 2025 (Oscar 2025) ની 97મા એકેડેમી એવોર્ડ્સમાં ઓસ્કાર જીતવાનું ભારતનું સ્વપ્ન હતું. આ વર્ષે શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતની નોમિનેટેડ ફિલ્મ અનુજા (Anuja) ઓસ્કાર રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ડચ ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટ (I Am Not a Robot) એ આ કેટેગરી જીતી છે. પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગા દ્વારા પ્રોડ્યુસ થયેલ આ ફિલ્મ અનુજામાં સજદા પઠાણ, અનન્યા શાનબાગ અને નાગેશ ભોસલે મુખ્ય ભૂમિકામાં છે. આ શોર્ટ ફિલ્મનું પ્રીમિયર ઓગસ્ટ 2024માં હોલીશોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

Advertisment

ઓસ્કાર 2025 મુવી સ્પર્ધા (Oscar 2025 Movie Competition)

ઓસ્કાર 2025 માં લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ સિરીઝમાં ભારતમાંથી શોર્ટ ફિલ્મ 'અનુજા' નોમિનેટ થઈ હતી. જોકે બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ ડચ ફિલ્મ નિર્માતા વિક્ટોરિયા વોર્મરડેમ અને નિર્માતા ટ્રેન્ટની ફિલ્મ 'આઈ એમ નોટ અ રોબોટ' ને મળ્યો, જેણે પ્રિયંકાની 'અનુજા' અને સમગ્ર ભારતના સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા હતા. ઓસ્કારમાં 'એ લિનન', 'આઈ એમ નોટ અ રોબોટ', 'ધ લાસ્ટ રેન્જર' અને 'ધ મેન હુ કુડ નોટ રિમેઈન સાયલન્ટ' ફિલ્મો સાથે અનુજાને સખત સ્પર્ધા મળી, જેમાં 'આઈ એમ નોટ અ રોબોટ' ફિલ્મે જીત મેળવી હતી.

આ પણ વાંચો: આ ફિલ્મને ખરીદવા માટે Netflix એ ખર્ચ્યા 481 કરોડ રૂપિયા, જાણો આખરે આ ફિલ્મમાં એવું તો શું છે?

Advertisment

ઓસ્કાર 2025 ક્યાં જોવું? (Where to watch Oscars 2025)

ભારતમાં ઓસ્કાર 2025નું પ્રસારણ 3 માર્ચે સવારે 5.30 વાગ્યાથી શરૂ થયું છે. આ વખતે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કોમેડિયન કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે. આ એવોર્ડ સમારોહ 2 માર્ચ 2025 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

અનુજા ની સ્ટોરી નવ વર્ષની છોકરી અનુજાની વાર્તાને સુંદર રીતે રજૂ કરે છે, જેને શિક્ષણ અને તેની બહેન સાથે ફેક્ટરીમાં કામ કરવા વચ્ચે નિર્ણય લેવો પડે છે. આ ફિલ્મમાં સજદા પઠાણ અને અનન્યા શાનબાગ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ સલામ બાલક ટ્રસ્ટ (SBT) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ OTT પર જોવા માટે, તમે નેટફ્લિક્સ પર જઈ શકો છો.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ