બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેતા અનુપમ ખેર આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે. તેમણે પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. અભિનેતા ‘વિજય 69’ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. તેમના ખભામાં ગંભીર ઈજા પહોંચી છે.
અનુપમ ખેરે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. તેમાં અનુપમ ખેર સ્લિંગ પહેરેલા નજર આવી રહ્યા છે. એક્ટરના હાથમાં બોલ નજર આવી રહ્યો છે. તેઓ કેમેરાની તરફ પોઝ આપીને સ્માઈલ આપી રહ્યા છે. જોકે, કેપ્શનમાં અનુપમ ખેરે લખ્યું કે, ખભામાં પહોંચેલી ઈજાના કારણે ખૂબ જ દુ:ખાવો થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે એ જાણકારી આપી કે, શાહરૂખ ખાન અને ઋતિક રોશનને સ્લિંગ પહેરાવનાર વ્યક્તિએ જ તેમને પણ સ્લિંગ પહેરાવી છે.
અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું કે, તમે સ્પોર્ટસ ફિલ્મ કરો અને તમે ઘાયલ ન થાઓ! એવું કેવી રીતે બની શકે? કાલે ‘વિજય 69’ ના શૂટિંગ દરમિયાન ખભામાં ગંભીર ઈજા પહોંચી. દુ:ખાવો તો થઈ રહ્યો છે પણ જ્યારે ખબા પર સ્લિંગ લગાવનાર ભાઈએ કહ્યું કે, તેમણે જ શાહરૂખ ખાન અને ઋતિક રોશનને પણ સ્લિંગ પહેરાવી તો ખબર નહીં કેમ પીડાનો અનુભવ થોડો ઓછો થવા લાગ્યો.
વધુમાં અનુપમ ખેરે લખ્યું કે, ફોટોમાં હસવાનો પ્રયત્ન વાસ્તવિક છે. એક-બે દિવસ બાદ શૂટિંગ ચાલુ થઈ જશે. જોકે, આ ઘટના વિશે મા એ સાંભળ્યુ તો બોલ્યા- હજુ પોતાની બોડી દુનિયાને દેખાડ. તને નજર લાગી ગઈ છે. અભિનેતાની આ પોસ્ટ પર દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.