Rupali Ganguly Birthday : ટેલિવિઝનની સુપરસ્ટાર અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીની નેટવર્થ જાણીને દંગ રહી જશો

Rupali Ganguly Birthday : લોકપ્રિય સીરિયલ અનુપમાથી ઘરે-ઘરે લોકપ્રિય થનારી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી 5 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રૂપાલી ગાંગુલી અનુપમાના એક એપિસોડ માટે તગડી ફી વસૂલે છે. સાથે જ અભિનેત્રીની નેટવર્થમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

Rupali Ganguly Birthday : લોકપ્રિય સીરિયલ અનુપમાથી ઘરે-ઘરે લોકપ્રિય થનારી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી 5 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રૂપાલી ગાંગુલી અનુપમાના એક એપિસોડ માટે તગડી ફી વસૂલે છે. સાથે જ અભિનેત્રીની નેટવર્થમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Anupama | Rupali Ganguly Birthday | Rupali Ganguly Networth | Rupali Ganguly

Rupali Ganguly Birthday : અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીની નેટવર્થ જાણીને દંગ રહી જશો (Rupali Ganguly Instagram)

Rupali Ganguly Networth : સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ અનુપમા લોકોનો ફેવરિટ શો બની ગયો છે. તેની લીડ એક્ટ્રેસ એટલે કે રૂપાલી ગાંગુલી દર્શકોમાં ખૂબ જ ફેમસ છે. રૂપાલી ગાંગુલી આજે ટેલિવિઝનની સૌથી મોટી સ્ટાર બની ગઇ છે. ટીવી સીરિયલ અનુપમામાંથી રૂપાલી ગાંગુલી સૌથી વધુ ફી લે છે. રૂપાલી ગાંગુલી 5 એપ્રિલના રોજ પોતાનો 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.

Advertisment

રુપાલી ગાંગુલીની રિયલ લાઈફ એકદમ અલગ છે. રુપાલી એક બાળકની માતા છે. તેમણે 2013માં બિઝનેસમેન અશ્વિન સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ રુદ્રાંશ છે.

publive-image

પ્રાપ્ત માહિતી અનુસાર, રુપાલી ગાંગુલીએ 7 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ શુરુ કર્યું હતુ, તેમણે સંજીવની, સારાભાઈ વિ સારાભાઈ, બા , જેવી સિરિયલમાં કામ કર્યું છે.

રુપાલી ગાંગુલીનો જન્મ કોલકતામાં થયો હતો. તેના પિતા અનિલ ગાંગુલી ડાયેરકટર અને સ્કીન રાઈટર હતા તેનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર -પ્રોડ્યુસર છે, રુપાલી 2009માં રિયાલટી શો ખતરો કે ખેલાડી 2માં જોવા મળી હતી.

Advertisment
https://www.instagram.com/p/C5NWvPmxg9R/

આ પણ વાંચો : Bade Miyan Chote Miyan : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની મુવી ‘બડે મિયા છોટે મિયા’ને સેન્સરની લીલીઝંડી, જાણો રનટાઇમ

રૂપાલી ગાગુંલી અનુપમા ફી

મળતી માહિતી અનુસાર, રૂપાલી ગાગુંલી અનુપમા માટે પહેલા એક દિવસના શૂટ માટે 65થી 70 હજાર ચાર્જ લેતી હતી. 'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં કરોડપતિ છે. અભિનેત્રી એક એપિસોડ માટે લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. રૂપાલી ગાંગુલીની કુલ સંપત્તિ 21 થી 25 કરોડની આસપાસ છે. આપને જણાવી દઇએ કે, રૂપાલી ગાંગુલીને સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ઓવર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ