કમલ હાસન બાદ હવે અનુરાગ કશ્યપે ધ કેરલા સ્ટોરી સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, કહ્યું...

Anurag Kashyap: એક ન્યૂઝ પોર્ટલ સાથે ખાસ વાતચીત કરતા અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, આજના તબક્કે કોઈ પણ રાજનીતિથી બચ્યું નથી.

Anurag Kashyap: એક ન્યૂઝ પોર્ટલ સાથે ખાસ વાતચીત કરતા અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, આજના તબક્કે કોઈ પણ રાજનીતિથી બચ્યું નથી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
anurag kashyap news

અનુરાગ કશ્યપે ધ કેરલા સ્ટોરી સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું

5 મેના રોજ વિરોધના વંટોળ વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મના અનેક જગ્યાએ વખાણ તેમજ ટીકા પણ થઇ રહી છે. સાઉથના સુપરસ્ટાર કમલ હાસનના આ ફિલ્મ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન બાદ હવે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપનું પણ કંઇક આવું જ છે. એક ન્યૂઝ પોર્ટલ સાથે ખાસ વાતચીત કરતા અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, આજના તબક્કે કોઈ પણ રાજનીતિથી બચ્યું નથી.

Advertisment

આ સાથે અનુરાગ કશ્યપે કહ્યું કે, સિનેમાને અત્યારના સમયમાં બિનરાજકીય રહેવું ઘણું મુશ્કેલ છે. ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ઘણી એવી પ્રોપાગાન્ડા ફિલ્મો બનાવવામાં આવી રહી છે. હું કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ લગાવવાની વિરુદ્ધ છું, પરંતુ મારી વાત પર હું અડગ છું કે, આ ફિલ્મ ખરેખર એક પ્રોપાગાન્ડ ફિલ્મ છે.

અનુરાગ કશ્યપે વધુમાં જણાવ્યું હતું કે, તે એક ફિલ્મમેકર છે. એટલે તે આવી કોઈ ફિલ્મ બનાવવા નહીં માગે, જે એક પ્રોપાગાન્ડા ફિલ્મનું કાઉન્ટર લાગે. અથવા તો એક્ટિવિસ્ટ જેવી સાઉન્ડ કરે. તેણે કહ્યું હતું કે, તે પણ ફિલ્મ બનાવે છે અને ફિલ્મ સત્ય અને વાસ્તવિકતા પર આધારિત હોવી જોઈએ.

આ પણ વાંચો: શ્રીદેવીએ હોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ ‘જુરાસિક પાર્ક’માં કામ કરવાની ઓફર ઠુકરાવી હતી, જાણો કારણ

Advertisment

જ્યારે અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું કે, શું તે એવી કોઈ ફિલ્મ બનાવવા માગે છે, જે દેશને સામાજિક કે રાજકીય માહોલ આપી શકે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, જો તમે ઈમાનદાર છો તો કરી શકો છો. તે આવી કોઈ પણ ચીજને બંધ નહીં કરી શકતો, જે ફેક્ચ્યુઅલ હોય અને કોઈનો પણ પક્ષ ન લેતી હોય. તેણે જણાવ્યું હતું કે, કાઉન્ટર પ્રોપાગાન્ડામાં બેઈમાની પણ હોઈ શકે છે, પરંતુ ઈમાનદારીથી કહું તો તે આનાથી લડી ના શકે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ