અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના આ ગુણથી પ્રભાવિત થઇને લગ્ન કર્યા? જાણો

Anushka Sharma: તાજેતરમાં અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જેમાં તેણે તેની વિરાટ કોહલી (Virat Kohli) વિશે ખાસ વાત કરી છે.

Anushka Sharma: તાજેતરમાં અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જેમાં તેણે તેની વિરાટ કોહલી (Virat Kohli) વિશે ખાસ વાત કરી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
virat kohli and anushka sharma news

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફાઇલ તસવીર

બોલિવૂડના પાવર કપલ પૈકી એક અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવાર-નવાર કોઇ કારણસર ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત આ કપલ ચર્ચામાં આવ્યું છે. આ વખતે તેઓ તેની લવસ્ટોરીને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં અનુષ્કા શર્માએ એક ખુલાસો કર્યો છે.

Advertisment

હકીકતમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલીવાર એક ટેલિવિઝન જાહેરાતના સેટ પર મળ્યા હતા, જે અસાધારણ મુલાકાતે એક પ્રેમ કહાનીની જન્મ આપ્યો. જ્યારે કપલે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેઓ જાણતા હતા કે તેઓ અલગ-અલગ દુનિયા, ફિલ્મો અને ક્રિકેટમાંથી આવ્યા છે, પરંતુ તેમની વચ્ચે બીજી ઘણી બાબતો હતી જે એકદમ ભિન્ન હતી. જે અંગે એક ચેટમાં અનુષ્કાએ ખુલાસો કર્યો છે.

અનુષ્કાએ પ્યૂમા હેડક્વાર્ટર ખાતે વિરાટ સાથેના એક ઇન્ટરવ્યુમાં શેર કર્યું હતું કે, વિરાટ એક સારા પતિ સાબિત થશે કારણકે તેની મેમરી બહુ સારી છે. જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા તો એક વસ્તુથી હું ખુબ પ્રભાવિત થઇ હતી. અનુષ્કાએ કહ્યું કે, યાર આ તો લાઇફ પાર્ટનર જ સારો છે કારણ કે તેની યાદાશ બહુ સારી છે.

અનુષ્કાએ તેના વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે, તેને "કંઈ યાદ નથી." "હું મારો ફોન ભૂલી જઈશ. હું દરેક જગ્યાએ વસ્તુઓ ભૂલી જતી રહું છું. પરંતુ હું મારી પુત્રી વિશે કંઈપણ ભૂલી શકતી નથી, મારી પાસે પસંદગીયુક્ત મેમરી છે. જો કે વિરાટને બધું જ સારી રીતે યાદ છે."

Advertisment

અનુષ્કા શર્માએ શું બધુ યાદ રાખવું એ ક્યારેય સમસ્યામાં બદલાઇ જાય છે? સવાલના જવાબમાં કહ્યું હતું કે, "તે થોડી વૃશ્ચિક રાશિની લાક્ષણિકતા છે. વૃશ્ચિક રાશિવાળા લોકો ક્યારેય ભૂલતા નથી. મને પંસદ છે જિયો અને પ્યાર કરો. આ દરમિયાન વિરાટે કહ્યું હતું કે, એક મહિના પહેલા કરેલી વાતો યાદ છે. તે જ સમયે અનુષ્કાએ સ્માઇલ સાથે કટાક્ષમાં કહ્યું કે, તેમને કદાચ 3000 વર્ષ જૂની કહાનીઓ પણ યાદ હશે.

હાલમાં જ વિરાટ અને અનુષ્કાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ અને અનુષ્કા એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અનુષ્કા અને વિરાટની યાદશક્તિ તપાસવા માટે, તેમને પૂછવામાં આવ્યું કે અનુષ્કાએ તેની પ્રથમ ફિલ્મના ડાયલોગ બોલવાના છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન નવા સંસદ ભવનને જોવા ઉત્સુક, જાણવા માગે છે તેનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ

પોતાની પ્રથમ ફિલ્મનો ડાયલોગ બોલતા અનુષ્કાએ કહ્યું, 'પ્યાર વેપાર કી જોડી કભી નહી બેઠતી, નહી ભૈયા મે તો સિંગલ હી બેસ્ટ’, આ ડાયલોગને પૂરો કરતાં વિરાટે કહ્યું ‘બિઝનેસ કર લે મેરે સાથ, બ્રેડ પકોડેની કસમ કભી ધોખા નહી દૂંગા’ આને જોઇને અનુષ્કા હેરાન રહી ગઈ અને તને યાદ છે કહેતા જ વિરાટને ગળે વળગી પડી અને કિસ કરી લીધી. વિરાટે પોતાની શાર્પ યાદશક્તિનો સંકેત પણ આપ્યો હતો. વિરાટ કોહલીએ અનુષ્કાની પહેલી ફિલ્મના ડાયલોગ એટલા સારા બોલ્યા કે જાણે તેણે આ ડાયલોગ ફિલ્મમાં જ શૂટ કર્યો હોય.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Virat Kohli મનોરંજન ન્યૂઝ