/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Anushka-Sharma-1.jpg)
Anushka Sharma | ફ્લાવર્સ વચ્ચે પોઝ આપતી દેખાઈ અનુષ્કા શર્મા, જન્મદિવસની ખાસ પોસ્ટ શેર કરી
Anushka Sharma | બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) આજકાલ પોતાના અંગત જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણીવાર સક્રિય રહે છે. આજે અનુષ્કાએ તેના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં અનુષ્કા શર્માએ તેના જન્મદિવસ (Anushka Sharma Birthday) ને ખાસ બનાવનારા બધા લોકોનો આભાર માન્યો છે.
અનુષ્કા શર્મા પોસ્ટ (Anushka Sharma Post)
અનુષ્કા શર્મા (Anushka Sharma) એ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે સિમ્પલ લાઈટ પિન્ક કલરના પજામા ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ સિમ્પલ ડ્રેસમાં પણ, અનુષ્કાનું અદભુત સ્મિત તેના લુકને વધુ સુંદર બનાવે છે. તે ઓપન હેર સાથે સિમ્પલ સ્ટાઇલમાં હસતી જોવા મળે છે તે બર્થ ડે ના કલર કલરના ફ્લાવર્સ સાથે જોવા મળી છે.
અનુષ્કા શર્મા માટે સેલિબ્રિટીઝની કમેન્ટ
અનુષ્કા શર્માની આ પોસ્ટ બાદ ઘણા સેલેબ્સે તેની પ્રતિક્રિયાઓ શેર કરી. રાજકુમાર રાવની પત્ની અને અભિનેત્રી-પત્રકારે લખ્યું, 'હેપ્પી બર્થડે', નેહા ધૂપિયાએ લખ્યું, 'હંમેશા ખુશ રહો, નિર્માતા-દિગ્દર્શક ઝોયા અખ્તરે લખ્યું, 'હેપ્પી બર્થડે બેબી', દક્ષિણ અભિનેત્રી સામંથા રૂખ પ્રભુએ લખ્યું, 'હેપ્પી બર્થડે ડિયર', દિયા મિર્ઝાએ લખ્યું, 'હેપ્પી બર્થડે બ્યુટીફુલ પર્સન', વાણી કપૂરે લખ્યું, 'હેપ્પી બર્થડે'
અનુષ્કા શર્મા માટે પતિ વિરાટ કોહલીની ખાસ બર્થ ડે પોસ્ટ
અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં 37 વર્ષની થઈ છે, અને તેના પતિ, ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) એ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી મેસેજ અને એક તસવીર સાથે પોતાનો પ્રેમ અને પ્રશંસા શેર કરી હતી. ફોટામાં જેમાં કપલ શાંત પહાડી અને ગ્રીનરી વાળી જગ્યામાં પોઝ આપતા જોવા મળે છે. કપલ સેમ કલરના કોટન આઉટફિટમાં અદભુત લાગે છે, જુઓ પોસ્ટ
વેવ્સ 2025 । શાહરૂખ ખાન દીપિકા પાદુકોણએ તેમની પેરેન્ટીંગ જર્ની પર કરી ચર્ચા, દીપિકાના થયા વખાણ
અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કરતા વિરાટે લખ્યું, “મારી બેસ્ટ ફ્રેન્ડ, લાઈફ પાર્ટનર, મારી સલામત જગ્યા, બેટર હાફ, મારુ સર્વસ્વ. તું અમારા બધાના જીવનનો માર્ગદર્શક પ્રકાશ છો. અમે તને વધુને વધુ પ્રેમ કરતા રહીશું. જન્મદિવસની શુભેચ્છાઓ, માય લવ.”
અનુષ્કા શર્મા વિરાટ કોહલી લવ સ્ટોરી (Anushka Sharma Virat Kohli Love Story)
અનુષ્કા શર્મા (Anushka Sharma) એ વિરાટ કોહલી સાથેના તેના સંબંધો વિશે તાજેતરમાં ફિલ્મફેર સાથેના એક ઇન્ટરવ્યુમાં ખુલીને વાત કરી. તેણે કહ્યું, "મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન થયા છે. મારા વિશ્વાસુ સાથે લગ્ન થયા છે. હું એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા જેને હું ખૂબ પ્રેમ કરું છું કારણ કે તે માણસ છે કે જ્યારે આપણે સાથે હોઈએ છીએ, ત્યારે દુનિયાનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે."
અનુષ્કા શર્મા વિરાટ કોહલી લંડન મુવ થયા?
અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી ડિસેમ્બર 2017 માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને હાલ 2 બાળકો એક પુત્રી વામિકા અને પુત્ર અકાય છે. આ કપલ તેમના બાળકોને મીડિયાના સતત દૂર રાખે છે તેઓ તેમના સોશિયલ મીડિયા પર પણ બાળકોના ફોટોઝ શેર કરતા નથી. કપલે તે માટે લંડનમાં મિલકત પણ ખરીદી છે. અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉ. નેનેએ તાજેતરમાં જ દંપતીના લંડન જવાના નિર્ણય વિશે વાત કરી હતી. 'એક દિવસ અમે અનુષ્કા સાથે વાતચીત કરી, અને તે ખૂબ જ રસપ્રદ હતું. તેઓ લંડન જવા વિશે વિચારી રહ્યા હતા કારણ કે તેઓ (અહીં) તેમની સફળતાનો આનંદ માણી શકતા નથી અને મીડિયાથી દૂર સામાન્ય માણસ તેમના બાળકો ઉછેરવા માંગે છે. ''
અનુષ્કા શર્મા મુવીઝ (Anushka Sharma Movies)
અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલ અભિનયથી દૂર છે તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જે 2018 માં રિલીઝ થઈ હતી. આનંદ એલ. રાય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરૂખ, અનુષ્કા અને કેટરિના મુખ્ય ભૂમિકામાં હતા. અનુષ્કા શર્માની આગામી ફિલ્મ છે છકડા એક્સપ્રેસ જે ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી વિશેની બાયોપિક. શરૂઆતમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની યોજના હતી પરંતુ હાલમાં મતભેદો અને નવા પ્લેટફોર્મની જરૂરિયાતને કારણે તેને મુલતવી રાખવામાં આવી છે. અનુષ્કા શર્મા આ ફિલ્મમાં ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us