/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/anushka-sharma-virat-kohli.jpg)
Anushka Sharma Birthday : વિરાટ કોહલી પહેલા આ પૂર્વ ક્રિકેટરના પ્રેમમાં દિવાની હતી અનુષ્કા શર્મા, જાણો એક્ટ્રેસના સિક્રેટ અને નેટવર્થ
Anushka Sharma Birthday : બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat KOhli) ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) આજે 1 મેના રોજ પોતાનો 36મો બર્થડે પતિ અને બંને બાળકો સાથે ઉજવી રહી છે. અનુષ્કા શર્માનો જન્મ 1 મે, 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે થયો હતો. અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્મા આર્મી ઓફિસર અને માં આશિમા શર્મા હાઉસવાઇફ છે. અનુષ્કા બાળપણથી જ તેના પરિવારની લાડલી રહી છે. જાણીને નવાઇ લાગશે કે અનુષ્કા શર્મા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પહેલા ઇન્ડિયાના ફેમસ ક્રિકેટર સહિત ઘણા એકટરને ડેટ કરી ચૂકી છે. અનુષ્કા શર્માના જન્મદિવસ (Anushka Sharma Birthday) પર અમે તમને તેની પર્સનલ લાઇફના સિક્રેટ (Anushka Sharma Secret) થી લઇને મુવી અને નેટવર્થ વિશે જણાવીશું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Ansuhak-Sharma-Birthday.jpg)
અનુષ્કા શર્મા મુવી (Aushka Sharma Movie)
અનુષ્કા શર્માએ એક્ટિંગની દુનિયામાં કરિયરની શરૂઆત સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરી હતી. આમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પોતાની પહેલી ફિલ્મથી જ તેણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી. આજે અભિનેત્રી પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જો કે હાલ અનુષ્કા શર્મા એક્ટિંગ કરિયરથી દુર છે. અનુષ્કા શર્મા 'બદમાશ કંપની' (2010) 'બેન્ડ બાજા બારાત' (2010), 'પટિયાલા હાઉસ' (2011), લેડીઝ Vs રિકી બહલ' (2011), 'જબ તક હૈ જાન' (2012), 'મટરૂ કી બિજલી કા મંડોલા' (2013) સહિત સુલતાન જેવી ફિલ્મો કરી ચૂકી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લવ સ્ટોરી (Anushka Sharma Virat Kohli Love Story)
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની લવ લાઈફ ઘણી ચર્ચામાં રહી છે. અનુષ્કા અને વિરાટ કોહલી એક એડ શૂટ દરમિયાન મળ્યા હતા. બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ સાથે ફરવા લાગ્યા. અનુષ્કા અને વિરાટના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. અનુષ્કા શર્માએ થોડા સમય પહેલા પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આજે એક પુત્રી વામિકા અને પુત્ર અકાયના માતા-પિતા છે. દિલચસ્પ વાત એ છે કે, વિરાટ અનુષ્કાનો પહેલો પ્રેમ નહોતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે અનુષ્કાનો પહેલો પ્રેમ એક્ટર નહીં પરંતુ મોડલ હતો. અનુષ્કાનું દિલ ઝોહેબ યુસુફ નામના મોડલ માટે ધડકતું હતું. બંનેએ એકસાથે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.
અનુષ્કા શર્મા અફેર
ફિલ્મોમાં આવ્યા બાદ અનુષ્કાનું નામ ઘણા સ્ટાર્સ સાથે જોડાયું હતું. જેમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહનું નામ ટોપ પર છે. અનુષ્કા અને રણવીરે ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી તેમના અફેરના સમાચારે જોર પકડ્યું હતુ. જો કે કેટલાક વિવાદને કારણે આ સંબંધ તૂટી ગયા હતા.
અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલા આ ક્રિકેટરના પ્રેમમાં દીવાની હતી?
આ પછી અનુષ્કાનું નામ ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ જોડાયું હતું. કહેવાય છે કે, બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી અને ત્યારપછી અનુષ્કા સુરેશ રૈના પર પોતાનું દિલ હારી ગઇ હતી. જોકે બંનેએ ક્યારેય સ્વીકાર્યું ન હતું કે તેઓ રિલેશનશિપમાં છે.
એક સમયે અનુષ્કા શર્માનું નામ રણબીર કપૂર સાથે પણ ઉછળ્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેની પૂરજોશમાં ચર્ચા ચાલી હતી. અનુષ્કા શર્માનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે પણ જોડાઈ ગયું છે.
અનુષ્કા શર્મા નેટવર્થ
રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અનુષ્કાને ફિલ્મોમાંથી એટલા પૈસા નથી મળતા. અભિનેત્રી વિશે એવું કહી શકાય કે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્ય રોકાણોમાંથી મબલક પૈસા કમાય છે. તેના પ્રોડક્શન હાઉસમાં નફો કરતી ફિલ્મોમાં અનુષ્કા શર્માનો પણ હિસ્સો હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનુષ્કા શર્મા કુલ 256 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે.
અનુષ્કા શર્મા કાર કલેક્શન
અનુષ્કા શર્મા પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે. જેમાં રેન્જ રોવર વોગ છે. તેની કિંમત લગભગ અઢી કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી છે, જેની કિંમત 2 કરોડ 75 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે 1.34 કરોડની Audi Q8 અને 2.46 કરોડની BMW 7 સિરીઝની કાર પણ છે. એટલું જ નહીં, તેની પાસે Bentley Flying Spur પણ છે જેની કિંમત 3.21 કરોડ છે.
અનુષ્કા શ્રમા ક્લોથિંગ બ્રાન્ડ
અભિનેત્રી કપડાંની બ્રાન્ડની માલિક પણ છે. તેની બ્રાન્ડનું નામ NUSH છે. આ સિવાય તેની પાસે કેટલાક એપાર્ટમેન્ટ્સ પણ છે. તેની પાસે વિરાટ કોહલી સાથે જુહુમાં એક એપાર્ટમેન્ટ છે, જેનું માસિક ભાડું રૂપિયા 2.76 લાખ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us