બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ અંગે મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની આંતરરાષ્ટ્રી ક્રિકેટ કરિયરની 75મી સદી ફટકારી ચર્ચામાં છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિા વિરૂદ્ધ ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 186 રન બનાવ્યા. જો કે તે બીજી સદી ચૂકી ગયો છતાં તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોહલીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું કે, વિરાટે બીમાર હોવા છતાં આટલી મોટી ઈનિંગ રમી. તેઓ કમજોરી અનુભવી રહ્યા હતા. વધુમાં અનુષ્કાએ લખ્યુ, આટલા સંયમ સાથે બીમારીમાં બેટિંગ કરી છે. તમે મને હંમેશા પ્રેરિત કરી છે. વિરાટ કોહલીએ 1205 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. આ તેમની 28મી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલીએ 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે કલકત્તામાં સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉસ્માન ખ્વાજાના 180 અને કેમરૂન ગ્રીનના 114 રનના કારણે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 480 રન બનાવ્યા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ છ વિકેટ લીધી હતી. આના જવાબમાં ભારતે શુભમન ગિલના 128, વિરાટ કોહલીના 186 અને અક્ષર પટેલના 79 રનના કારણે ભારતે 571 રનનો સ્કોર બનાવ્યો. તો નાથન લિયોન અને ટોડ મર્ફીએ 3-3 વિકેટ લીધી. પહેલી ઈનિંગના આધારે ભારતને 91 રનનો વધારો મળ્યો.