દેશના સૌથી પ્રિય અને પ્રખ્યાત પાવર કપલ્સમાંના એક, બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એકબીજા પર પ્રેમ વરસાવવામાં ક્યારેય અચકાતા નથી. તાજેતરમાં વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે પણ આ જ વાત જોવા મળી હતી જેના પછી અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી , જેમાં ભાર મૂક્યો હતો કે તે હંમેશા માટે તેની સૌથી મોટી ચીયરલીડર રહેશે.
લગ્ન અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધવું એ સરળ કાર્ય નથી. અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ એકવાર ખુલાસો કર્યો હતો કે તેમના લગ્નના શરૂઆતના દિવસોમાં તેમના અને વિરાટ કોહલી (Virat Kohli) ના શિડ્યુઅલ કેટલા વ્યસ્ત હતા. તેણે કહ્યું કે તેને થોડો સમય કાઢવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી.
તાજેતરમાં અનુષ્કા શર્માએ વોગ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘લગ્ન બાદ અમે પહેલા છ મહિના દરમિયાન ફક્ત 21 દિવસ સાથે વિતાવ્યા. મેં ગણતરી કરી હતી. વિરાટ કોહલી મેચ માટે બહાર હતો અને અનુષ્કા ફિલ્મના શૂટિંગમાં સતત વ્યસ્ત હતી. આવી સ્થિતિમાં સાથે જમવા માટે સમય કાઢવો એ એક નાની જીત જેવું લાગતું હતું. અનુષ્કાએ કહ્યું, ‘જ્યારે હું તેમને વિદેશમાં મળવા જાઉં છું, ત્યારે તે રજાઓ નથી હોતી, તે ફક્ત સાથે જમવાનું છે. તે સમય ખૂબ જ કિંમતી છે.’
આ પણ વાંચો: માધુરી દીક્ષિતના ગીત એક દો તીન પર રાશા થડાનીનો ડાન્સ વીડિયો વાયરલ, ચાહકોએ શું કહ્યું?
અનુષ્કાએ કહ્યું કે તેની વિરાટ સાથેની મુલાકાત ગ્લેમરસ ન હતી. તેણે કહ્યું, ‘જ્યારે હું વિરાટને મળવા જાઉં છું અથવા જ્યારે તે મને મળવા આવે છે, ત્યારે લોકો ધારે છે કે તે રજા પર છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.’ બંનેવમાંથી એક હંમેશા કામ કરતું હોય છે.
અનુષ્કાએ સિમી ગ્રેવાલ સાથેના બીજા એક ઇન્ટરવ્યુમાં વાત કરી કે સતત કામ કરવાથી તેના પર કેવી અસર પડે છે. લગ્ન પછી તરત જ ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે ભાવનાત્મક અને શારીરિક રીતે થાકી ગઈ હતી. વિરામ લેવા વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું, ‘મેં મારી ટીમને કહ્યું હતું કે હું હમણાં કંઈ કરવા માંગતી નથી.’
અનુષ્કા શર્મા વિરાટ કોહલી લંડનમાં રહે છે?
અનુષ્કા શર્મા વિરાટ કોહલીએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ડિસેમ્બર 2017 માં ઇટાલીમાં એક સમારોહમાં લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2021 માં પુત્રી વામિકા અને વર્ષ 2024 માં પુત્ર અકયનું સ્વાગત કર્યું હતું. આ દિવસોમાં વિરાટ અને અનુષ્કા લંડનમાં રહે છે. કપલ ત્યાં પોતાના બાળકોને ઉછેરી રહ્યા છે. તે કામ માટે ભારત પણ આવતા રહે છે.





