સંગીતની દુનિયાના બાદશાહ અને જાદુગર કહેવાતા એઆર રહેમાનના આજે દુનિયાભરમાં ચાહકો છે. તેના અવાજમાં એવો જાદુ છે કે ચાહકો હંમેશા તેના દરેક ગીતને સાંભળવાનું પસંદ કરે છે. આજે એઆર રહેમાન (A.R. Rahman)નો 56મો જન્મદિવસ છે.
રહેમાને તેની કારકિર્દીમાં માત્ર હિટ ગીતો જ નથી બનાવ્યા પણ તેમને અવાજ પણ આપ્યો છે, જે આજે પણ લોકોના હોઠ પર રમે છે. રહેમાનના જન્મદિવસ પર તેના આ સૂપરહિટ ગીતો સાંભળી મૂડ બનાવો.
મણિરત્નમનાની ફિલ્મ ‘રોજા’ના તમામ ગીતોએ લોકોના દિલ જીતી લીધા હતા. સિંગર મીનમિનીનો અવાજ મધુની મજેદાર હરકતો સાથે બરાબર મેળ ખાતો હતો. આ ફિલ્મનું જ એક એવું ગીત છે જે હંમેશા જીવનની ઉજવણી કરવાની યાદ અપાવે છે. આ ગીત માટે એ.આર.રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકે નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.
છૈયા છૈયા
ફિલ્મ ‘દિલ સે’ ગીત ‘છૈયા છૈયા’ કે જેમાં શાહરૂખ ખાન અને મલાઈકા અરોરા ટ્રેનની ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ચોક્કસથી આ એક આઇકોનિક ગીત છે! વર્ષ 2002માં, બીબીસી વર્લ્ડ સર્વિસે અત્યાર સુધીના દસ સૌથી લોકપ્રિય ગીતો નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મતદાન કર્યું હતું. 7000 ગીતોમાંથી, જે વિશ્વભરમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, લગભગ 155 દેશોના લોકોએ છૈયા છૈયા માટે મતદાન કર્યું હતું.
કુન ફાયા કુન
‘કુન ફાયા કુન’ એ કુરાનના એક અધ્યાય સુરાહ યાસીનનું એક વાક્ય છે. ‘કુન ફાયા કુન’એ ઈમ્તિયાઝ અલીની રોકસ્ટારની કવ્વાલી છે, જેમાં રણબીર કપૂર છે અને તેને એ.આર. રહેમાન, જાવેદ અલી અને મોહિત ચૌહાણે ગાયું છે.
લુકા છુપી
લતા મંગેશકરે ગાયેલું ‘રંગ દે બસંતી’નું ગીત ‘લુકા છુપી’ એ પોતાના પુત્રના મૃત્યુથી શોકમગ્ન માતાની લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરતું ગીત છે. તેનો ભાવનાત્મક સ્કૉર ચોક્કસપણે તમારી આંખોમાં આંસુ આવશે.
તુ હી રે
‘તુ હી રે’ કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું હતું. આ રોમેન્ટિક નંબરમાં અરવિંદ સ્વામી અને મનીષા કોઈરાલા છે, જેમાં મંત્રમુગ્ધ કરનારું સંગીત અને હૃદયસ્પર્શી ગીતો છે.