Arbaaz Khan Net Worth: અરબાઝ ખાન જીવે છે લક્ઝુરિયસ લાઈફ; કાર કલેક્શન અને કુલ સંપત્તિ જાણી ચોંકી જશો

Arbaaz Khan Marriage With Shura Khan: અરબાઝ ખાને ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના ભાઈ સલમાન ખાનની જેમ સફળતા ન મેળવી હોય, પરંતુ કમાણી અને સંપત્તિના મામલે અરબાઝ સલમાન ખાનથી કોઇ રીતે કમ નથી.

Arbaaz Khan Marriage With Shura Khan: અરબાઝ ખાને ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના ભાઈ સલમાન ખાનની જેમ સફળતા ન મેળવી હોય, પરંતુ કમાણી અને સંપત્તિના મામલે અરબાઝ સલમાન ખાનથી કોઇ રીતે કમ નથી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Arbaaz Khan | Arbaaz Khan Marriage | Arbaaz Khan Marriage With Shura Khan Photo | Arbaaz Khan Shura Khan Wedding Photo | Arbaaz Khan Second Wife Name

બોલીવુડ અભિનેતા અરબાઝ ખાને 56 વર્ષની વયે મેકઅપ આર્ટીસ્ટ શુરા ખાને સાથે બીજા લગ્ન કર્યા છે. (Photo - Arbaaz Khan Insta)

Arbaaz Khan Net Worth And Car Collection: અરબાઝ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 1996માં ફિલ્મ 'દારાર'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર આ અભિનેતાએ હિન્દી સિનેમા ઉપરાંત તેલુગુ અને મલયાલમ સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. આ સિવાય તે દબંગ સિરીઝ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના નિર્માતા પણ છે. જો કે, હાલમાં અભિનેતા તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે.

Advertisment

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન હાલમાં જ ફેમસ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનનો પતિ બન્યો છે. આ કપલે 24 ડિસેમ્બરે મુંબઈમાં તેમની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માના ઘરે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો અરબાઝ ખાન અને શુરા પહેલીવાર ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર મળ્યા હતા. અહીંથી જ તેમનો પ્રેમ ખીલ્યો અને હવે બંનેએ લગ્ન કરીને પોતાના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે.

Arbaz Khan | Arbaz Khan Wedding | Arbaz Khan Wedding Photo | Arbaz Khan Wife | Arbaz Khan Age
અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્નની તસવીરો

અરબાઝ ખાનના લગ્ન બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકો તેના વિશે અનેક સવાલો પૂછી રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો અભિનેતાની નેથવર્ડ એટલે કે સંપત્તિ વિશે જાણવા માટે પણ ઉત્સુક છે. તો ચાલો જાણીયે ભાઇજાનના ભાઇ અરબાઝ ખાનની સંપત્તિ, કાર કલેક્શન સહિત રસપ્રદ માહિતી

અરબાઝ ખાન પાસે કેટલી સંપત્તિ છે? (Arbaaz Khan Net Worth)

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના ભાઈ સલમાન ખાનની જેમ સફળતા ન મેળવી હોય, પરંતુ કમાણીના મામલે અરબાઝ સલમાન ખાનથી કમ નથી. GQના રિપોર્ટ અનુસાર, અરબાઝ ખાન 500 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે. અભિનેતાઓ મોટાભાગે ફિલ્મોમાંથી કમાણી કરી છે અને તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરતા નથી. ઉપરાંત આ કલાકારો એક ફિલ્મ માટે 10 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Advertisment
https://www.instagram.com/p/C1ZKfPwy9N2/?hl=en

અરબાઝ ખાન પાસે લક્ઝુરિયસ કાર કલેક્શન છે (Arbaaz Khan Car Collection)

રિપોર્ટ અનુસાર, 56 વર્ષીય અભિનેતાને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે અને આ શોખને કારણે અરબાઝ ખાનના ગેરેજમાં ઘણી મોંઘી કાર છે, જેની કિંમત કરોડોમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અરબાઝ પાસે રેન્જ ઓવરથી લઈને ટોયોટા લેન્ડ ક્રુઝર અને BMW 7 સિરીઝ સુધીની કાર પણ છે. આ એવી લક્ઝુરિયસ કાર છે જેમાં દરેક વ્યક્તિ બેસવાની ઈચ્છા રાખે છે, અને અરબાઝ આ તમામ કારનો માલિક છે.

કિંમત વિશે વાત કરીએ તો, અરબાઝ ખાન પાસે રેન્જ રોવર વોગ કાર છે, જેની શોરૂમ કિંમત રૂ. 2.39 થી રૂ. 3.52 કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે. આ સાથે અરબાઝ પાસે ટોયોટા લેન્ડ ક્રુઝર કાર છે. તેની કિંમત લગભગ 1.58 કરોડ રૂપિયા છે. ઉપરાંત અરબાઝ ખાન પાસે BMW 7 સિરીઝની કાર પણ છે અને આ કારની કિંમત 1.4 થી 1.7 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો | અરબાઝ ખાન પછી રોનિત રોયે પણ 58 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કર્યા

અરબાઝ ખાને શુરા ખાન સાથે બીજા લગ્ન કર્યા (Arbaaz Khan Wedding With Shura Khan)

અત્રે નોંધનીય છે કે, અરબાઝ ખાને વર્ષ 2017માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા. આ પછી અભિનેતાનું નામ જ્યોર્જિયા સાથે જોડાયું હતુ. જો રિપોર્ટ્સનું માનીએ તો અરબાઝ ખાન અને જ્યોર્જિયા લગભગ 4 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જો કે, ગયા વર્ષે તેઓ અલગ થઇ ગયા હતા. હવે આખરે અભિનેતા એ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરીને પોતાના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે.

સલમાન ખાન જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ