Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
Screen Logo
મનોરંજન

Video Vriral : અરબાઝ ખાન અને શૂરાની રોમાચિંત લવ સ્ટોરી, એક્ટરે આ રીતે 15 વર્ષ નાની પત્નીને દીકરા સામે કર્યું હતુ પ્રપોઝ, જુઓ વીડિયો

Arbaaz Khan : અરબાઝ ખાને 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કર્યા હતા. અભિનેતાએ લગ્નના પાંચ દિવસ પહેલા જ તેને પ્રપોઝ કર્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Written bymansi bhuva

Arbaaz Khan : અરબાઝ ખાને 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કર્યા હતા. અભિનેતાએ લગ્નના પાંચ દિવસ પહેલા જ તેને પ્રપોઝ કર્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

author-image
mansi bhuva
01 Jan 2024 10:20 IST
પર અપડેટ કર્યું 01 Jan 2024 10:20 IST

Follow Us

New Update
Arbaaz Khan | Arbaaz Khan Propose Sshrura khan Video | Arbaaz khan wife | Arbaaz khan age | Arbaaz khan Marriage

Arbaaz Khan : અરબાઝ ખાન ફાઇલ તસવીર

Arbaaz Khan : અરબાઝ ખાનની પત્ની અને મેકઅપ આર્ટિસ્ટ શૌરા ખાને લગ્નના બીજા જ દિવસે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી નાંખ્યું હતું. ત્યારે ચર્ચા છે કે બંને ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર મળ્યા હતા, પરંતુ મોટાભાગના લોકો તેમની લવ સ્ટોરી વિશે જાણતા નથી. આવી સ્થિતિમાં શૌરા ખાને તેમના સંબંધો વિશે જણાવતા એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં અરબાઝ ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Advertisment

વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે અરબાઝે તેને મોટા ગુલદસ્તા સાથે પ્રપોઝ કરે છે તો તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. શૌરા અને અરબાઝ તેમના પરિવારના સભ્યો સાથે હતા. શૌરા ખાન શરમાતી જોવા મળી રહી છે. વીડિયોમાં અરબાઝનો દીકરો અરહાન ખાન પણ જોવા મળી રહ્યો છે.

પિતા અરબાઝને શૌરા ખાન સાથે જોઈને તે પણ ખુશ દેખાય છે અને તાળીઓ પાડે છે. પુત્રના આ રિએક્શન પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘દીકરાની સામે પિતાના લગ્ન.’ તો અન્ય યુઝર કહે છે, ‘દીકરાની ઉંમરની છોકરી સાથે લગ્ન’ વીડિયોમાં અભિનેતાનો સાળો આયુષ શર્મા પણ જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

A post shared by sshura Khan (@sshurakhan)

જ્યારે શૌરા ખાને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે અરબાઝ ખાને તેને એક વીંટી આપી હતી. પછીબંનેએ એકબીજાને ચુંબન કર્યું હતું. અરબાઝે શૌરાને ગળે લગાડતા પહેલાં તેના કપાળ પર ચુંબન કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા શૌરાએ લખ્યું હતુ કે, ‘19 ડિસેમ્બરે હા કહી અને 24 ડિસેમ્બરે લગ્ન કર્યા. અરબાઝ ખાન એકદમ ઝડપી હતો.’ અભિનેતાએ વીડિયો પર કોમેન્ટ કરી હતી કે, ‘હું ઘૂંટણ પર પણ ખૂબ જ ઊંચો અનુભવ કરી રહ્યો હતો.’

Advertisment

આ પણ વાંચો : Vidya Balan NetWorth : ફિલ્મોથી દૂર છતાં કરોડોની કમાણી કરે છે વિદ્યા બાલન, એક્ટ્રેસની નેટવર્થ જાણીને આંખો પહોળી થઇ જશે

અરબાઝ અને શૌરાએ 24મી ડિસેમ્બરે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. લગ્નનું ફંક્શન અર્પિતા ખાન અને આયુષ શર્માના મુંબઈના ઘરે રાખવામાં આવ્યું હતું. આ દંપતીને આશીર્વાદ આપવા માટે સલમાન ખાનથી લઈને સલીમ ખાન સુધીનો આખો પરિવાર હાજર રહ્યો હતો. અરહાન પણ તેના પિતાના બીજા લગ્નનો ભાગ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અરબાઝ અને શૌરાની ઉંમરમાં લગભગ 15 વર્ષનો તફાવત છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!