Arbaz Khan Wedding : અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્નની તસવીરો જુઓ, બંને વચ્ચે કેટલું છે ઉંમરનું અંતર? જાણો

Arbaz Khan Wedding : બોલિવૂડમાં આ વર્ષે ઘણા કપલે લગ્ન કરી નવું જીવન શરૂ કર્યું છે. ત્યારે બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરમાં ફેશન ડિઝાઈનર શૂરા ખાન સાથે ગઇકાલે 24 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. હવે તેની તસવીરો સામે આવી છે.

Arbaz Khan Wedding : બોલિવૂડમાં આ વર્ષે ઘણા કપલે લગ્ન કરી નવું જીવન શરૂ કર્યું છે. ત્યારે બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરમાં ફેશન ડિઝાઈનર શૂરા ખાન સાથે ગઇકાલે 24 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. હવે તેની તસવીરો સામે આવી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Arbaaz Khan Net Worth: અરબાઝ ખાન જીવે છે લક્ઝુરિયસ લાઈફ; કાર કલેક્શન અને કુલ સંપત્તિ જાણી ચોંકી જશો

અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્નની તસવીરો

Arbaz Khan Wedding Photo : બોલિવૂડમાં આ વર્ષે ઘણા કપલે લગ્ન કરી નવું જીવન શરૂ કર્યું છે. ત્યારે બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરમાં ફેશન ડિઝાઈનર શૂરા ખાન સાથે ગઇકાલે 24 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. બહેન અર્પિતાના ઘેર અરબાઝ ખાને મુસ્લિમ રીત રિવાજો અનુસાર નિકાહની વિધી સંપ્પન કરી હતી. આ પ્રસંગે અરબાઝ ખાનનો આખો પરિવાર હાજર રહ્યો હતો.

Advertisment

સલમાન ખાનની પણ ભાઈના લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી પડી હતી. સલમાન ખાન કુર્તા-પાયજામામાં હંમેશાની જેમ ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો હતો.

https://www.instagram.com/p/C1PswEWh9b9/

તો અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા થડાની સાથે નિકાહમાં હાજરી આપતી જોવા મળી હતી. રવિના આકાશ વાદળી રંગના સારા સૂટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને રાશા ગુલાબી રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Advertisment

મલાઈકા સાથે થયું હતું બ્રેકઅપ

ઉલ્લેખનીય છે કે 19 વર્ષ સાથે રહ્યાં બાદ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનું લગ્નજીવન તૂટી ગયું હતું. 2017માં તેમણે છૂટાછેડા લઈ ગયાં હતા. જોકે તે પછી પણ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.

અરબાઝ ખાન અને શૂરા ખાન વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે. શૂરા ખાનનો જન્મ 5 જુલાઈ 1982ના રોજ થયો હતો અને હાલમાં તેણી 41 વર્ષની છે. શૂરા ખાન મેકઅપ આર્ટિસ્ટ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શૂરા ખાન રવીના ટંડનની ખૂબ નજીક છે. આ ઉપરાંત શૂરા ખાન અભિનેત્રી અને તેની દીકરીની મેકઅપ આર્ટિસ્ટ પણ છે.

જ્યારે અરબાઝ ખાનની વાત કરીએ તો અરબાઝ ખાનની ઉંમર 56 વર્ષ છે. અરબાઝ ખાન અને શૂરા ખાનની ઉંમરના અંતરની વાત કરીએ તો બંને વચ્ચે 15 વર્ષનું અંતર છે. બી-ટાઉનમાં આવું પહેલીવાર નથી કે જ્યારે કોઈ કપલની ઉંમરમાં અંતર રહ્યો હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ પોતાના કરતા ઘણા વર્ષ નાની વ્યક્તિને પોતાના જીવનસાથી બનાવી ચુક્યા છે.

ખાન પરિવારના અન્ય સભ્યોની વાત કરવામાં આવે તો સલમાન ખાનના બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન સંપત્તિના મામલે સલમાન ખાન કરતા ઘણા પાછળ છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંને ભાઈઓની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા છે. અરબાઝ ખાનની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયા છે અને સોહેલ ખાનની કુલ સંપત્તિ 333 કરોડ રૂપિયા છે. સલીમ ખાનની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે, જે સલમા ખાન, હેલન અને તેમના બાળકો વચ્ચે એકસરખા ભાગે વહેંચવામાં આવશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ