/indian-express-gujarati/media/media_files/2026/01/27/archana-puran-singh-parmeet-sethi-2026-01-27-17-59-28.jpg)
Archana Puran Singh Parmeet Sethi: ઘર ચલાવવા મારે 'C-ગ્રેડ' ફિલ્મો કરવી પડી... અર્ચના પુરન સિંહ એ ખોલ્યા લગ્ન જીવનના જૂના જખમ Photograph: (Social Media)
Entertainment Desk | બોલિવૂડની લોકપ્રિય જોડી અર્ચના પુરન સિંહ (Archana Puran Singh) અને પરમીત સેઠી (Parmeet Sethi) ના લગ્નને 33 વર્ષ વીતી ગયા છે. આજે ભલે તેઓ સુખી જીવન જીવી રહ્યા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના સંબંધોમાં ભારે તણાવ હતો. તાજેતરમાં અર્ચનાની યુટ્યુબ ચેનલ પર આ જોડીએ તેમના ભૂતકાળના સંઘર્ષ અને કરિયરના ઉતાર-ચઢાવ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ઘર ચલાવવા માટે ખરાબ કામ પણ કર્યું - અર્ચના પુરન સિંહ
અર્ચનાએ ખૂબ જ નિખાલસતાથી સ્વીકાર્યું કે મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા અને ઘર ચલાવવા માટે તેણે એવી ફિલ્મો પણ કરી જે તેને ગમતી નહોતી. અર્ચનાએ કહ્યું, “મારો એક જ મંત્ર હતો કે ક્યારેય કામને 'ના' ન કહેવી. પરિણામે, મેં ઘણી ખરાબ ફિલ્મો કરી, 'C-ગ્રેડ' ફિલ્મો કરી. મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે ટેબલ પર જમવાનું હોવું જોઈએ અને ઘરનું રસોડું ચાલતું રહેવું જોઈએ.
પરમીત સાથે કેમ થતી હતી તકરાર?
તે સમયે અર્ચનાની ફરિયાદ એ હતી કે પરમીત કામ પસંદ કરવામાં બહુ સમય લેતા હતા. અર્ચનાએ કહ્યું, તે સમયે મને એવું લાગતું હતું કે જો તું થોડી મહેનત કરત અને કામ સ્વીકારત, તો મારે આટલી ખરાબ ફિલ્મો ન કરવી પડત. હું તે સમયે વધુ કમાતી હતી, જેના કારણે મેં મારી અંદરની એ સ્ત્રીને દબાવી દીધી હતી જે ઈચ્છતી હતી કે મારો પતિ ઘર ચલાવે અને હું તેના પર નિર્ભર રહું.
પરમીત સેઠી હીરો બનવા માંગતો હતો
બીજી તરફ પરમીતે પોતાનો પક્ષ રાખતા સમજાવ્યું કે તે અર્ચના કરતા 7 વર્ષ નાનો છે અને તેનું કરિયર ત્યારે શરૂ જ થઈ રહ્યું હતું. પરમીતે કહ્યું, તે સમયે તારું કરિયર પહેલેથી જ સેટ હતું, પણ હું મારું કરિયર બનાવી રહ્યો હતો. મને ડર હતો કે જો હું એક પણ ખોટું ડગલું ભરીશ અથવા નાની-મોટી ભૂમિકાઓ સ્વીકારીશ, તો હું ઈન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકાઈ જઈશ. હું લાંબા સમય સુધી હીરો બનવા માંગતો હતો, તેથી હું સારા કામની રાહ જોઈ રહ્યો હતો.
ભૂલ સ્વીકારી અને ગરિમા જાળવી
વાતચીતના અંતે અર્ચનાએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું, “મારે યાદ રાખવું જોઈતું હતું કે તું મારા કરતા કરિયરમાં 7 વર્ષ પાછળ હતો. જ્યારે મને સમજાયું કે હું હિરોઈન નથી બની શકી, ત્યારે મેં મારો રસ્તો બદલ્યો. હું એન્કર બની, કોમેડી કરી, સાઈડ રોલ્સ કર્યા અને હા, ખરાબ ફિલ્મો પણ કરી. પરંતુ આ બધાની વચ્ચે મેં મારી ગરિમા (Dignity) ક્યારેય ઓછી થવા દીધી નથી. જો મેં તે સમયે મારી ગરિમા જાળવી ન હોત, તો આજે હું આ સ્થાને ન હોત.
અર્ચના અને પરમીત સેઠીની આ વાતચીત દર્શાવે છે કે દરેક સફળ લગ્ન જીવનની પાછળ અસંખ્ય ત્યાગ, સમજણ અને કડવા અનુભવો છુપાયેલા હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us