જો તમે પણ કિંગ ખાનની દીકરી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, તો ટૂંક સમયમાં આ રાહનો અંત આવવાનો છે. સુહાનાની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. સુહાના ખાને તેની ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કરીને આ અપડેટ આપ્યું છે. આ પોસ્ટરની ખાસિયત એ છે કે સુહાના ખાન અત્યંત સુંદર લાગી રહી છે. જો કે આખી સ્ટાર કાસ્ટ નવા ચહેરાઓથી ભરેલી છે, પરંતુ જો તમે પોસ્ટર જુઓ, તો નજર સીધી સુહાના ખાન પર જ અટકી જાય માત્ર અમે જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામના લોકો પણ આવું જ કહી રહ્યા છે.
વર્ષ 2022માં ‘ધ આર્ચીઝ’નું ટીઝર રિલીઝ થયું હતું. જેમાં સમગ્ર સ્ટાર કાસ્ટનો પરિચય થયો હતો. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ પ્રશંસા થઈ. દર્શકોમાં સુહાનાને લઈને ઘણી ઉત્તેજના છે. શાહરૂખ ખાનની દીકરીને પડદા પર જોવાના વિચારથી લોકો ખુશ છે. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં સુહાના પર ઘણું દબાણ હશે. પરંતુ દર્શકોને પૂરો વિશ્વાસ છે કે સુહાના સારું પ્રદર્શન કરશે.
સંજય કપૂર, ભાવના પાંડે, મહિપ કપૂર, મનીષ મલ્હોત્રા સહિત તમામ મોટા સેલેબ્સે આ પોસ્ટને લાઈક કરી અને સુહાનાને શુભકામનાઓ આપી. આપને જણાવી દઇએ ક, સુહાના ખાન અને ખુશી કપૂરે ટ્રોલર્સની ટિપ્પણીઓથી બચવા માટે કોમેન્ટ સેક્શન બંધ કરી દીધો. આ ફિલ્મમાં સુહાના સાથે અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા જોવા મળશે. જો તમે ફિલ્મ વિશે વધુ જાણતા નથી અને કલાકારોના લૂકને લઈને મૂંઝવણમાં છો, તો જણાવી દઈએ કે આ ફિલ્મ આર્ચી કોમિક્સ પર આધારિત છે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે.