/indian-express-gujarati/media/media_files/2026/01/27/arijit-singh-2026-01-27-21-50-44.jpg)
Arijit Singh retires : અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Photograph: (Arijit/Facebook)
Arijit Singh retires : પ્રખ્યાત સિંગર અરિજિત સિંહે મ્યુઝિક જગતમાં ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તે હવે પ્લેબેક સિંગિંગથી પોતાને દૂર કરી રહ્યા છે અને કોઈ નવા અસાઇનમેન્ટ લેશે નહીં. પોતાના સંદેશમાં અરિજિતે શ્રોતાઓને વર્ષોથી મળેલા પ્રેમ બદલ આભાર માન્યો હતો અને પોતાના નિર્ણયની જાણ કરી હતી.
અરિજિત સિંહે શું કહ્યું
અરિજિત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રશંસકોને આ વિશે જાણકારી આપતા લખ્યું કે આપ સૌને નવા વર્ષની શુભેચ્છા. તમે આટલા વર્ષોથી શ્રોતાઓ તરીકે જે પ્રેમ વરસાવ્યો છે તેના માટે હું હૃદયપૂર્વક આભારી છું. હવે મેં નક્કી કરી લીધું છે કે પ્લેબેક ગાયક તરીકે હું કોઇ નવું કામ નહીં કરું. હું અહીં આ સફરને વિરામ આપી રહ્યો છું. આ મારા માટે ખૂબ જ સુંદર યાત્રા રહી છે.
તેમણે વધુમાં લખ્યું કે ભગવાન મારા પર ખૂબ જ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે વધુ શીખવા માંગુ છું અને મારા પોતાના દમ પર વધુ કામ કરવા માંગુ છું. ફરી એકવાર તમારા બધાના સપોર્ટ માટે આભાર. મારી પાસે હજુ કેટલાક જૂના કમિટમેન્ટ હાલ બાકી છે, જે હું પૂર્ણ કરીશ, તેથી આ વર્ષે તમે ચોક્કસપણે મારા કેટલાક રિલીઝ જોઇ શકો છો. સ્પષ્ટ રીતે રહેવા માંગું છું કું હું સંગીત બનાવવાનું બંધ કરી રહ્યો નથી.
અરજિત સિંહની જાહેરાત બાદ ચાહકોમાં નિરાશા
અરજિત સિંહની આ જાહેરાત બાદ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો અરિજિતના આ નિર્ણય પર પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને તેમના ગીતો યાદ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે અરિજિત સિંહનો આ નિર્ણય તેની કારકિર્દીનો મહત્વનો મોડ છે, કારણ કે તેમણે પોતાના ગીતોથી લાખો દિલો પર રાજ કર્યું છે.
આ પણ વાંચો - સ્મૃતિ મંધાનાના મિત્રનો દાવો, લગ્ન તૂટતા પહેલા રંગે હાથ પકડાઇ ગયો હતો પલાશ મુચ્છલ?
જોકે એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી સાવ દૂર રહેશે કે ભવિષ્યમાં અન્ય કોઈ સ્વરૂપમાં સંગીત સાથે સંકળાયેલો હશે એ સ્પષ્ટ નથી. હાલ તેમના આ નિવેદનથી ચાહકોને આશ્ચર્ય થયું છે અને બધા લોકો તેમના આગામી પગલા વિશે અનુમાન લગાવી રહ્યા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us