/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Arshad-Warsi-Maria-Goretti-marriage-Anniversary-gujarati-news-1.jpg)
Arshad Warsi Maria Goretti અરશદ વારસી મરીયા ગોરેટી લગ્ન એનિવર્સરી
Arshad Warsi : બોલિવૂડ એક્ટર અરશદ વારસી (Arshad Warsi) અને તેની પત્ની મારિયા ગોરેટી (Maria Goretti) નો આ વર્ષનો વેલેન્ટાઈન ડે (Valentine Day) વિશેષ રહેશે. 14 ફેબ્રુઆરી, 1999 ના રોજ લગ્નના બંધનમાં બંધાયેલા આ કપલે ક્યારેય કાયદેસર રીતે તેમના લગ્નની નોંધણી કરાવી નથી. લગ્નના લગભગ 25 વર્ષ પછી, દંપતીએ 23 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના લગ્નની નોંધણી કરાવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Arshad-Warsi-Maria-Goretti-marriage-Anniversary-gujarati-news-1.jpg)
TOI સાથેની એક મુલાકાતમાં, અરશદે વારસી (Arshad Warsi) કહ્યું કે તેમના લગ્નની નોંધણી તેમણે ક્યારેય કરાવી નથી અને તેઓ તેને "ખરેખર મહત્વપૂર્ણ" માનતા નથી. અભિનેતાએ કહ્યું કે તેઓને પાછળથી તેનું મહત્વ સમજાયું, તેમણે કહ્યું કે તેઓએ કાનૂની કારણોસર આવું કર્યું હતું, ખાસ કરીને જ્યારે તે મિલકતની બાબતોને સંભાળવાની વાત આવે છે.''
મરિયા ગોરેટી : મેં એ જ પુરુષ સાથે ત્રીજી વાર લગ્ન કર્યાં
મારિયા ગોરેટી (Maria Goretti) એ કહ્યું કે તેઓએ કોર્ટ મેરેજ કર્યા છે કારણ એવું હતું જે તેઓ થોડા સમય માટે કરવા માંગતા હતા. તેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. તેમના બાળકો હાજર રહી શક્યા ન હતા કારણ કે તેઓ તેમને કોર્ટમાં લાવી શક્યા ન હતા. તેણે કહ્યું કે, હા, મેં એ જ પુરુષ સાથે ત્રીજી વાર લગ્ન કર્યાં!"
અરશદ વારસી (Arshad Warsi) એ કબૂલ્યું હતું કે તેના લગ્નની તારીખ શેર કરવા અંગે અજુગતું લાગે છે, તેને ક્લિચ લાગે છે. તે અને મરિયા ગોરેટ્ટી બંને તેના વિશે થોડી શરમ અનુભવતા હતા. અરશદના કામના શેડ્યૂલની બાબતો જટિલ હતી. બીજી કોઈ યોગ્ય તારીખ ન હોવાથી, તેઓએ 14 ફેબ્રુઆરીની પસંદગી કરી . હવે, જ્યારે પણ વેલેન્ટાઈન ડે આવે છે, ત્યારે અરશદને આબેહૂબ યાદ આવે છે કે તે દિવસે તેણે લગ્ન કર્યા હતા.''
આ પણ વાંચો: જેકલીન ફર્નાન્ડિઝ પોલીસ શરણે, સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ કરી ફરિયાદ
મરિયા ગોરેટી (Maria Goretti) અને અરશદ વારસી (Arshad Warsi) ને બે બાળકો છે, પુત્ર ઝેકે અને પુત્રી ઝેની. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અરશદ તાજેતરમાં શો અસુર 2 માં જોવા મળ્યો હતો. તે આગામી સમયમાં મલ્ટી સ્ટારર વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us