Article 370 : યામી ગૌતમ (Yami Gautam) અભિનીત ફિલ્મ આર્ટિકલ 370 (Article 370) નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવામાં આવ્યો હતો તે ઘટના પર આધારિત છે. આ ફિલ્મ ‘સાચી ઘટનાઓથી પ્રેરિત’ છે, ત્યારે દાવો ચર્ચાસ્પદ છે.
યામી ગૌતમ (Yami Gautam) ફિલ્મમાં એક ગુપ્તચર અધિકારી (Intelligence Officer)ની ભૂમિકા ભજવે છે, જે દેખીતી રીતે ઘણા નુકસાનમાંથી પસાર થઈ રહી છે, અને પછી તેને “ફ્રી હેન્ડ” આપવામાં આવે છે કારણ કે તે એક મિશનનું નેતૃત્વ કરવા માટે કાશ્મીરમાં પોસ્ટેડ છે. આ ફિલ્મ જોરદાર, હિંસક અને જિન્ગોઇસ્ટિક છે અને 2022માં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઇલ્સ (Kashmir Files) ના ફોલો-અપ જેવી લાગે છે. કાશ્મીર ફાઇલ્સની તેના પ્રચાર જેવા કન્ટેન્ટ માટે ટીકા કરવામાં આવી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.આ ફિલ્મ પ્રોડકશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે અગાઉ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક ડાયરેક્ટકરી હતી અને તેના માટે તેને બેસ્ટ ડાયરેક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો: Yami Gautam : યામી ગૌતમ માતા બનશે, આર્ટીકલ 370ના ટ્રેલર લોન્ચિંગ વખતે પતિ આદિત્ય ધરે પૃષ્ટી કરી
આર્ટિકલ 370 ટ્રેલર
કલમ 370 (Article 370) (18મી લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જ બહાર પડી રહી છે અને તેના મેસેજિંગમાં સ્પષ્ટ છે. ફિલ્મનું YouTube ડિસ્ક્રિપ્શન દ્વારા જાણવામાં મળ્યું છે કે, “પૂરા કા પૂરા કાશ્મીર, ભારત દેશ કા હિસ્સા થા, હૈ ઔર રહેગા! (સમગ્ર કાશ્મીર ભારતનો હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે)”
આ ફિલ્મમાં યામી ગૌતમની સાથે પ્રિયમણી અને અરુણ ગોવિલ પણ છે. આર્ટિકલ 370 (Article 370) 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ડાયરેકશન આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું છે.
થોડાં અઠવાડિયાં પહેલાં જ, પંકજ ત્રિપાઠીની આગેવાની હેઠળની મેં અટલ હૂં (Main Atal Hoon) સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી પરંતુ વિવેચકો કે પ્રેક્ષકો તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નહોતો. કંગના રનૌત-સ્ટારર ઇમરજન્સી, જ્યાં તે ઇન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે તે પણ લોકસભા ચૂંટણીના સમયે રિલીઝ થવાની તૈયારીમાં છે.





