'રામાયણ'માં શ્રી રામના પાત્ર માટે અરૂણ ગોવિલ રિજેક્ટ થયા હતા, જાણો એ…કિસ્સો

Arun Govil Birthday : અરુણ ગોવિલે ઘણી બૉલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને રામાનંદ સાગર ની ધાર્મિક સિરીઝ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને વાસ્તવિક ઓળખ મળી. આજે અરુણ ગોવિલના જન્મદિવસ પર એ જાણો કે, રામના પાત્ર માટે પહેલા રિજેક્ટ થયા બાદ આખરે તેમને આ રોલ કેવી રીતે મળ્યો?

Arun Govil Birthday : અરુણ ગોવિલે ઘણી બૉલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને રામાનંદ સાગર ની ધાર્મિક સિરીઝ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને વાસ્તવિક ઓળખ મળી. આજે અરુણ ગોવિલના જન્મદિવસ પર એ જાણો કે, રામના પાત્ર માટે પહેલા રિજેક્ટ થયા બાદ આખરે તેમને આ રોલ કેવી રીતે મળ્યો?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
arun govil, arun govil birthday, arun govil age, arun govil as ram, ramayan, અરૂણ ગોવિલ, રામાયણ, મનોરંજનના સમાચાર, entertainment news in gujarati, bollywood news in gujarati

Arun Govil : અરૂણ ગોવિલ રામાયણમાં શ્રી રામના પાત્ર માટે રિજેક્ટ થયા હતા

Arun Govil Birthday : બૉલિવૂડ (Bollywood) એક્ટર (Actor) અરુણ ગોવિલ (Arun Govil) આજે તેનો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958ના રોજ ઉત્તરપ્રદેશ (UttrPradesh)ના મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલે ઘણી બૉલિવૂડ ફિલ્મો (Films)માં કામ કર્યું છે. પરંતુ તેને રામાનંદ સાગર (Ramanand Sagar)ની ધાર્મિક સિરીઝ ‘રામાયણ’ (Ramayana)માં રામનું પાત્ર (Role) ભજવીને વાસ્તવિક ઓળખ મળી. આજે અરુણ ગોવિલના જન્મદિવસ પર એ જાણો કે, રામના પાત્ર માટે પહેલા રિજેક્ટ થયા બાદ આખરે તેમને આ રોલ કેવી રીતે મળ્યો?

Advertisment

શું તમે જાણો છો કે જો તારાચંદ બડજાત્યા અને સૂરજ બડજાત્યા ન હોત તો અરુણ ગોવિલને રામાયણમાં રામના રોલ માટે સાઈન કરવામાં આવ્યા ન હોત? રામાનંદ સાગરે અગાઉ અરુણ ગોવિલને આ રોલ માટે રિજેક્ટ કર્યા હતા. તો પછી સૂરજ બડજાત્યાના કારણે અરુણ ગોવિલ રામ કેવી રીતે બન્યા ? તે અહીં જાણો…

વાસ્તવમાં, એક ઇન્ટરવ્યુમાં અરુણ ગોવિલે કહ્યું હતું કે જ્યારે તે રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામના રોલ માટે ઓડિશન આપવા ગયા હતા, ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તારાચંદ અને સૂરજ બડજાત્યાએ તેને રામના પાત્ર માટે લુક ટેસ્ટ દરમિયાન તેની સ્મિતનો ઉપયોગ કરવાની સલાહ આપી. બડજાત્યા પરિવાર રાજશ્રી પ્રોડક્શનનો માલિક હતો અને અરુણ ગોવિલે તેમની સાથે ઘણી ફિલ્મો કરી હતી. તારાચંદ સૂરજ બડજાત્યાના દાદા હતા.

અરુણ ગોવિલે સૂરજ બડજાત્યાની એ વાતને ગાંઠ બાંધી દીધી અને રામની ભૂમિકા માટે લુક ટેસ્ટ દરમિયાન તેમની સિગ્નેચર સ્ટાઈલમાં સ્મિત કર્યું. આ સ્મિત રામાનંદ સાગરને ગમી ગયું અને તેમને લાગ્યું કે રામના રોલ માટે અરુણ ગોવિલ પરફેક્ટ છે. અહીંથી જ અરુણ ગોવિલની કારકિર્દીની દિશા બદલાઈ.

Advertisment

આ પણ વાંચો : Fatima Sana Saikh : ‘દંગલ ગર્લ’ ફાતિમા સના શેખના જીવનની સંધર્ષ કહાની, એક્ટ્રેસે કહ્યું, ‘અમારું ઘર એક…’

અરુણ ગોવિલે રામનું એવું પાત્ર ભજવ્યું જે આખી દુનિયામાં અમર થઈ ગયું. લોકો તેમને ખરેખર ભગવાન રામ તરીકે પૂજવા લાગ્યા. આજે પણ અરુણ ગોવિલ રામના પાત્રથી જ ઓળખાય છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ