હિંદી ઇનડસ્ટ્રીમાં વિલનના રોલથી ફેમસ આશિષ વિધાર્થીને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. આ અભિનેતાએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરી લીધા છે. અભિનેતાના અચાનક બીજા લગ્નના સમાચાર સાંભળીને લગભગ સૌકોઇ આશ્વર્યચકિત છે. અભિનેતાએ તેમના સંબંધ અંગે કોઇને ખબર પણ પડવા ન દીધી.
આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રૂપાલી બરુઆ સાથે છુપી રીતે લગ્ન કર્યા છે. આ કપલે આજે તેમના નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષે તેના લગ્ન પ્રસંગે કહ્યું કે, ‘જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી છે. આ કપલે આજે કોલકાતા ખાતે લગ્ન કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ કપલ ટૂંક સમયમાં તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.
આશિષના લગ્નની તસવીરો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ જ સવાલ પૂછી રહ્યા છે. અભિનેતા આશિષની પત્ની કોણ છે ? તો જણાવી દઈએ કે, રૂપાલી આસામની ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તે ગુવાહાટીની છે અને કોલકાતામાં ફેશન સ્ટોર ધરાવે છે.
આ કપલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આજે સવારે અમે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે અમે ગેટ-ટુગેધર કરીશું. આશિષે તેની લવ સ્ટોરીનો વિશે વાત કરતા કહ્યું કે, ‘આ એક લાંબી સ્ટોરી છે ક્યારે પછી તેના પર ખુલાસો કરીશ.’ આ અંગે રૂપાલીએ કહ્યું કે, અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને અમે અમારા સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. અમે બંને ઈચ્છતા હતા કે અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થાય.
આશિષ વિદ્યાર્થિએ રૂપાલી બરુઆહ સાથેની તેની લવ સ્ટોરી વિશે વધુ વિગતવાર જણાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે, બરુઆહે ઉમેર્યું, “તે એક સુંદર માનવી છે અને સાથે રહેવા માટે એક મહાન આત્મા છે.”
આશિષ વિદ્યાર્થી એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા છે, જેઓ 1991થી બહુવિધ ફિલ્મ ઉદ્યોગોમાં સતત કામ કરી રહ્યા છે. 1994માં આવેલી ફિલ્મ દ્રોહકલમાં તેમની ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેણીની કેટલીક નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં 1942: અ લવ સ્ટોરી, ઇસ રાત કી સુબહ નહીં અને કહો ના પ્યાર હૈનો સમાવેશ થાય છે.