Asin Thottumkal : બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સાથે મોટા પડદા પર જોરદાર રોમાન્સ કરીને ધૂમ મચાવનારી અભિનેત્રી અસિન આજે ક્યાં ગાયબ છે? કેમ છોડી દીધી ઇન્ડસ્ટ્રી?

Asin Thottumkal : અભિનેત્રી અસિને સાઉથથી લઇને બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે. અસિન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો સાથે ઓન-સ્ક્રીન જોરદાર રોમાંસ કરી ચૂકી છે. જેમાં સલામાન ખાન, આમિર ખાન જેવા સુપરસ્ટાર્સ સામેલ છે. પરંતુ પછી અચાનક તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. જાણો કેમ?

Asin Thottumkal : અભિનેત્રી અસિને સાઉથથી લઇને બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે. અસિન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો સાથે ઓન-સ્ક્રીન જોરદાર રોમાંસ કરી ચૂકી છે. જેમાં સલામાન ખાન, આમિર ખાન જેવા સુપરસ્ટાર્સ સામેલ છે. પરંતુ પછી અચાનક તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. જાણો કેમ?

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Asin Thottumkal| Asin Thottumkal Birthday| Asin Thottumkal Husband| Asin Thottumkal Movies| Asin Thottumkal Daughter

Asin Thottumkal : અસિન ફાઇલ તસવીર

Asin Thottumkal : સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી અસિન ઘણું નામ કમાઈ ચૂકી છે. પરંતુ પછી અચાનક તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. જ્યારે અસિન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો સાથે ઓન-સ્ક્રીન જોરદાર રોમાંસ કરી ચૂકી છે. જેમાં સલામાન ખાન, આમિર ખાન જેવા સુપરસ્ટાર્સ સામેલ છે.

Advertisment

અસિનનો જન્મ 26 ઓક્ટોબર 1985ના રોજ કેરળના લોકપ્રિય શહેર કોચીમાં થયો હતો. તે મલયાલી સિરો-માલાબાર કેથોલિક પરિવારમાંથી આવે છે. અસીનના પિતા જોસેફ થોટ્ટુમકલ CBI ઓફિસર હતા. તેઓ પાછળથી જાણીતા બિઝનેસમેન બન્યા અને તેની માતા વ્યવસાયે સર્જન હતી. અસિન અભ્યાસમાં પણ ઘણી સારી હતી. તેણે ધોરણ 10માં 90 ટકા માર્ક્સ મેળવ્યા હતા. અભિનેત્રીએ તેનો વધુ અભ્યાસ સેન્ટ ટેરેસા કોલેજમાંથી કર્યો હતો, જ્યાં તેણે અંગ્રેજી સાહિત્યમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.

અસિને 2001માં મલયાલમ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેણે 'નરેન્દ્રન માકન જયકાંત વાકા'માં કામ કર્યું ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. આ ફિલ્મે અસિનને ફિલ્મી દુનિયામાં આગળ વધવામાં ઘણી મદદ કરી.

Advertisment

અભિનેત્રી હોવાની સાથે અસિન ભરતનાટ્યમ ડાન્સર પણ છે. આ સિવાય તેને આઠ ભાષાઓનું જ્ઞાન છે. 2001 પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી, પરંતુ તેણે 2008માં આવેલી ફિલ્મ 'ગજની'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં અસિન બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે જોરદાર રોમાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે અસિનને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ પણ અપાવી.

આ પણ વાંચો : Preity Zinta New Flate Purchase : પ્રીતિ ઝિન્ટાએ બ્રાંદ્રામાં ખરીદ્યો કરોડોની કિંમતનો ભવ્ય ફ્લેટ, જાણો નેટવર્થ

વર્ષ 2016માં અભિનેત્રીએ બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ શર્મા માઇક્રોમેક્સના કો-ઓનર છે. લગ્નના એક વર્ષ પછી, અસીને વર્ષ 2017માં એક સુંદર પુત્રી અરીનને જન્મ આપ્યો. લગ્ન અને પુત્રી થયા પછી જ અસિન ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ અને આજે તે સુખી જીવન જીવી રહી છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ