/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/athiya-shetty.jpg)
Athiya shetty : આથિયા શેટ્ટી ફાઇલ તસવીર
Athiya Shetty Birthday : બોલિવૂડમાં દરેક વ્યક્તિની કારકિર્દી હિટ બને એ શક્ય નથી. પછી તે સ્ટાર કિડ હોય કે બહારની વ્યક્તિ. તેમાંથી એક સ્ટાર કિડ આથિયા શેટ્ટી છે. જે એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવવા ઇન્ડસ્ટ્રીમાં આવી હતી, પરંતુ તેને નિરાશા સિવાય કંઈ મળ્યું નથી. આથિયા શેટ્ટી આજે 5 નવેમ્બરે પોતાનો 31મો બર્થડે પતિ કેએલ રાહુલ સંગ સેલિબ્રેટ કરી રહી છે. આ તકે અહેવાલમાં આથિયા શેટ્ટીની અજાણી રસપ્રદ વાત વાંચો.
આથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બરે સુનિલ શેટ્ટીના આંગણે મુંબઇમાં થયો હતો. એક્ટ્રેસે તેનો અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. આથિયા શેટ્ટી શાળામાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફથી બે વર્ષ જૂનિયર રહી હતી. આથિયા શેટ્ટીના સ્કૂલના સમયથી જ એક્ટિંગનો શોખ હતો. જેને પગલે તે પ્લેમાં ભાગ લેતી હતી. અભ્યાસ દરમિયાન આથિયા શેટ્ટીએ શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ સાથે ઘણા પ્લેમાં પણ ભાગ લીધો હતો.
અભ્યાસ પૂરો કર્યા પછી આથિયા શેટ્ટી મુંબઈ પરત ફરી હતી. જે બાદ તેણે અભિનયમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આથિયા શેટ્ટીએ વર્ષ 2015માં ફિલ્મ 'હીરો'થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યું કર્યું. આથિયા શેટ્ટી સુપરસ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી હતી તેથી તેની ઘણી ચર્ચા થઈ હતી. કારણ કે સુનીલ શેટ્ટી 90ના દાયકામાં તેની અભિનય શક્તિ સાબિત કરી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં તેના ચાહકોને આથિયા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે તેના પર ખરી ઉતરી શકી નથી. અભિનેત્રીની પહેલી ફિલ્મ એટલી હિટ થઇ નહીં.
આ પછી આથિયાને બીજી ફિલ્મ 'મુબારકાં'માં કામ કરવાની તક મળી, જે વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ ફ્લોપ ગઇ હતી. ત્યારબાદ અભિનેત્રી 2018માં 'નવાબઝાદે' અને 2019માં 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી અને તેની કોઈપણ ફિલ્મ હિટ નહોતી. પરિણામે, આથિયા તેની પાંચ વર્ષની કારકિર્દીમાં હિટ માટે ઝંખતી હતી અને પછી તેણે અભિનયને અલવિદા કહી દીધું.
આ પણ વાંચો : Happy Birthday Tabu: તબ્બુનો આજે 52મો જન્મદિવસ, અહીં અભિનેત્રીની કેટલીક હિટ ફિલ્મો પર નજર જે તમારે અચૂક જોવી જોઈએ
આથિયા શેટ્ટીની ફિલ્મોમાં કરિયર ચાલી શકી નહીં, ત્યારબાદ તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથેની તેની નિકટતાને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. તેમનો પ્રેમ છુપાઈ ન શક્યો અને ટૂંક સમયમાં જ તેમના સંબંધોના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, તે જ વર્ષે એટલે કે જાન્યુઆરી 2013માં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન થયા. તેઓએ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. તેમાં દંપતીના માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓએ ભાગ લીધો હતો. અભિનય છોડ્યા પછી, અથિયા હજી પણ કામ કરી રહી છે, પરંતુ ફિલ્મો માટે નહીં પરંતુ તે તેના પિતાના વ્યવસાય સાથે જોડાયેલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us