Athiya kL rahul wedding gift: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પિતા સુનીલ શેટ્ટી સહિત સલમાન, વિરાટ કોહલી અને ધોનીએ આપી મોંઘીદાટ ગિફ્ટ

Athiya Shetty KL Rahul Wedding Gift: સુનીલ શેટ્ટીના નજીકના મિત્રોએ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલને લગ્નમાં શું મોંઘી ભેટ આપી છે. જેમાં સલમાન ખાન, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા સિતારાઓના નામ સામેલ છે.

Written by mansi bhuva
Updated : January 27, 2023 11:21 IST
Athiya kL rahul wedding gift: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પિતા સુનીલ શેટ્ટી સહિત સલમાન, વિરાટ કોહલી અને ધોનીએ આપી મોંઘીદાટ ગિફ્ટ
બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નમાં મોંઘીદાટ ગિફ્ટનો વરસાદ

Athiya-Rahul Wedding Gifts: બોલિવૂડ અભિનેત્રી અને ક્રિકેટ કોમ્બિનેશનથી બનેલી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ (Athiya shetty and kl rahul) 23 જાન્યુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં આ સ્ટાર જોડીના ભવ્ય લગ્ન થયા હતા. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન (Athiya shetty KL Rahul Wedding) માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહુ ઓછા સ્ટાર્સ આવ્યા હતા. લગ્નમાં માત્ર 100 નજીકના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આવો જાણીએ હવે સુનીલ શેટ્ટીના નજીકના મિત્રોએ આથિયા-રાહુલને લગ્નમાં શું મોંઘી ભેટ આપી છે. જેમાં સલમાન ખાન, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા સિતારાઓના નામ સામેલ છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ સુનીલ શેટ્ટી મીડિયાની સમક્ષ આવી કહ્યું કે તે હવે ઓફિશિયલી સસરા બની ગયા છે. આ દરમિયાન પુત્ર અહાન શેટ્ટી પણ ત્યાં હાજર હતો. શેટ્ટી પરિવારે પણ બધાને મીઠાઈ વહેંચી અને તેમનો આભાર માન્યો. સુનીલ શેટ્ટીના ઘણા નજીકના મિત્રો લગ્નમાં પહોંચ્યા ન હતા, પરંતુ તેણે આથિયા અને કેએલ રાહુલને આશીર્વાદના રૂપે લગ્નની સોગાદ મોકલી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને તેના લગ્નમાં આથિયા શેટ્ટીને એકદમ નવી લક્ઝરી ઓડી કાર ગિફ્ટ કરી હતી. સલમાને આપેલી કારની કિંમત લગભગ 1.64 કરોડ રૂપિયા હોવાની બાતમી છે. જ્યારે જેકી શ્રોફે લગ્નની ભેટમાં 30 લાખ રૂપિયાની ઘડિયાળ આપી છે. અર્જુન કપૂર પણ આથિયાના સંગીતમાં જોવા મળ્યો હતો. તેણે લગ્નમાં 1.5 કરોડ રૂપિયાની કિંમતનું ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે.

જો કે માતા-પિતા પાસે જે કંઈ હોય છે, તે માત્ર તેમના બાળકોનું જ હોય ​​છે, પરંતુ માતા-પિતા મોટાભાગે લગ્ન પર બાળકોને ખાસ ભેટ આપે છે. ત્યારે રિપોર્ટ્સનું માનીએ તો સુનીલ શેટ્ટીએ પણ પોતાની દીકરીને તેના લગ્ન પર ખાસ ગિફ્ટ આપી છે. તેણે મુંબઈમાં આથિયાને 50 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું છે. ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત વિરાટ કોહલીએ રાહુલને 2.17 કરોડ રૂપિયાની BMW કાર અને મહેન્દ્ર સિંહ ધોનીએ 80 લાખ રૂપિયાની કાવાસાકી નિન્જા બાઈક ગિફ્ટ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ