scorecardresearch

Athiya shetty KL rahul wedding photos: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નગ્રંથિથી જોડાયા બાદ નવદંપતી પર બોલિવૂડ સિતારાઓની શુભેચ્છાઓનો વરસાદ

Athiya shetty-KL Rahul: કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન (Athiya shetty-KL Rahu Wedding) ની પ્રથમ ઝલક સામે આવી છે. આથિયા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસ્વીરો શેયર કરી છે. આ ફોટોમાં આ નવદંપતિ ખુબ સુંદર રીતે તૈયાર થયેલું જોવા મળી રહ્યું છે.

athiya shetty
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ફાઇલ તસવીર

Athiya shetty KL rahul News: બોલિવૂડનું સ્ટાર કપલ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ (Athiya shetty KL rahul) હાલ નવા લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. નવયુગલે ગઇકાલે સુનીલ શેટ્ટી (Sunil Shetty) ના ખંડાલા સ્થિત બંગલામાં સપ્તપદીના વચન લીધા હતા. તાજેતરમાં લગ્ન બાદ આથિયા શેટ્ટીએ પોતાના લગ્નનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શેર કરવાની સાથે આ તસવીરો પણ વાયરલ થવા લાગી છે અને બોલિવૂડના કેટલાક દિગ્ગજ સિતારાઓએ તેને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, આથિયા-કેએલ રાહુલની લગ્ન વિધિ સમાપ્ત થયા બાદ સુનીલ શેટ્ટી પોતાના પુત્ર અહાન શેટ્ટી સાથે ફોટોગ્રાફરોને મીઠાઇ વહેંચવા આવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી કે કેવી રીતે તે હવે આધિકારિક રુપથી સસરા બની ગયા છે. શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સુનીલ શેટ્ટી આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, રિસેપ્શન હાલ થશે નહીં,આઈપીએલ 2023 પછી યોજાશે. મહત્વનું છે કે, લગ્નમાં ફક્ત નજીકના લોકો જ સામેલ થયા હતા. જોકે કપલના રિસેપ્શનમાં લગભગ 3000 લોકો હાજર રહે તેવા એંધાણ છે.

આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી લગ્નની તસવીરો જોયા બાદ બોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનને આથિયાને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે. આ બાદ અનન્યા પાંડે, આલિયા ભટ્ટ, ઉર્વશી રૌતેલા, મૌની રોય સહિત રકુલ પ્રીત સિંહ, વિકી કૌશલ, અહાન શેટ્ટી વગેરેએ શુભકામના પાઠવી છે.

આપને જણાવી દઇએ કે, આથિયા શેટ્ટી તેના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ (Athiya Shetty instagram) પર શેર કરતા ખુબ જ પ્રેમભર્યું અને સુંદર કેપ્શન લખ્યું છે. આથિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, “આજે, અમારા સૌથી પ્રિયજનો સાથે, અમે એવા ઘરમાં લગ્ન કર્યા છે જેણે અમને અપાર આનંદ અને સુખ-શાંતિ અર્પી છે. કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક આ પ્રસંગ નિમિત્તે તમારા આશીર્વાદ માંગીએ છીએ”.🙏🏽

Web Title: Athiya shetty kl rahul wedding photos bollywood celebrities congratulation her couple instagram latest news

Best of Express