Auron Mein Khan Dum Tha Trailer : ફરી જામશે ઓન સ્ક્રીન અજય દેવગણ અને તબ્બુ જોડી, ઓરોં મેં કહાં દમ થા ટ્રેલર લોન્ચ, અહીં જુઓ

Auron Mein Khan Dum Tha Trailer : ફિલ્મ ઓરોં મેં કહાં દમ થા ટ્રેલરમાં કલાકારો અને સંગીતકાર એમએમ કીરાવાણી પણ છે ફિલ્મનું આકર્ષક ટ્રેલર NH સ્ટુડિયોના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને યુટ્યુબ ચેનલ પર પણ લોન્ચ થયું છે.

Auron Mein Khan Dum Tha Trailer : ફિલ્મ ઓરોં મેં કહાં દમ થા ટ્રેલરમાં કલાકારો અને સંગીતકાર એમએમ કીરાવાણી પણ છે ફિલ્મનું આકર્ષક ટ્રેલર NH સ્ટુડિયોના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને યુટ્યુબ ચેનલ પર પણ લોન્ચ થયું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Auron Mein Khan Dum Tha movie

Auron Mein Khan Dum Tha Trailer : ફરી જામશે ઓન સ્ક્રીન અજય દેવગણ અને તબ્બુ જોડી, ઓરોં મેં કહાં દમ થા ટ્રેલર લોન્ચ, અહીં જુઓ

Auron Mein Khan Dum Tha Trailer : અજય દેવગણ (Ajay Devgn) અને તબુ (Tabu) એ સાથે વિજયપથ, હકીકત, તક્ષક, ફિતુર, દૃષ્ટિમ, ગોલમાલ અગેઇન, દે દે પ્યાર દે, દૃષ્ટિમ 2 અને ભોલા સહિત ઘણી ફિલ્મોમાં સ્ક્રીન સ્પેસ શેર કરી છે. તેથી જ્યારે બંનેએ જાહેરાત કરી કે તેઓ મ્યુઝિકલ લવ સ્ટોરી 'ઓરોં મેં કહાં દમ થા' (Auron Mein Kahan DumTha) માં ફરી સાથે જોવા મળશે ત્યારે ચાહકો ઉત્સાહિત થયા છે. ફિલ્મના પોસ્ટર, ટીઝર્સ અને સ્ટિલ્સ રિલીઝ કર્યા પછી, નિર્માતાઓએ આખરે ગુરુવારે આજે મુંબઈની એક ઇવેન્ટમાં ટ્રેલર લોન્ચ કર્યું છે.

Advertisment
Auron Mein Khan Dum Tha Trailer
Auron Mein Khan Dum Tha Trailer : ફરી જામશે ઓન સ્ક્રીન અજય દેવગણ અને તબ્બુ જોડી, ઓરોં મેં કહાં દમ થા ટ્રેલર લોન્ચ, અહીં જુઓ

ફિલ્મના ટ્રેલરમાં કલાકારો અને સંગીતકાર એમએમ કીરાવાણી પણ હાજર હતા. ફિલ્મનું આકર્ષક ટ્રેલર NH સ્ટુડિયોના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને યુટ્યુબ ચેનલ પર પણ લોન્ચ થયું છે.

ઓરોં મેં કહાં દમથા ટ્રેલરની શરૂઆત એક યુવાન કપલ સાથે થાય છે જેઓ એકબીજા સાથે વાત કરે છે, છોકરી પૂછે છે, 'અગર હમેં કિસી ને અલગ કર દિયા તો? આશ્વાસન આપતા છોકરાએ કટાક્ષ કર્યો 'મૈને ચેક કિયા કોઈ ઐસા પૈદા નહીં હુઆ અભી તક." 2000 થી 2023 ની વચ્ચે સેટ કરેલી ઓરોં મેં કહાં દમમાં 22 વર્ષ સુધીની લવ સ્ટોરી છે. આ ફિલ્મ, જેમાં જીમી શેરગિલ, સઈ માંજરેકર અને શાંતનુ મહેશ્વરી પણ છે, તે બહુ-ભાષામાં રિલીઝ થશે.

Advertisment

આ પણ વાંચો: Sonakshi Sinha Zaheer Iqbal : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નનું આમંત્રણ લીક

ટ્રેલરમાં કેદી ક્રિષ્ના (અજય)ને દર્શાવવામાં આવ્યો છે, જેણે તેની યુવાનીમાં બે લોકોની હત્યા કરી છે, અને તેની 22 વર્ષની લાંબી જેલની મુદત પૂરી કરે છે. જો કે, તે મુક્ત થવા માંગતો નથી કારણ કે તે વિશ્વનો સામનો કરવા તૈયાર નથી. તબ્બુ, જે યુવાનીમાં અજય સાથે પ્રેમમાં હતી, પરંતુ હવે તે જીમીના પાત્ર સાથે લગ્ન કરી ચુકી છે, ક્રિષ્ના (અજય)ના પરત આવવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.

ઓરોં મેં કહાં દમ થા ટ્રેલર (Auron Mein Khan Dum Tha Trailer)

ટ્રેલરમાં કેદી ક્રિષ્ના (અજય)ને દર્શાવવામાં આવ્યો છે, જેણે તેની યુવાનીમાં બે લોકોની હત્યા કરી છે, અને તેની 22 વર્ષની લાંબી જેલની મુદત પૂરી કરે છે. જો કે, તે મુક્ત થવા માંગતો નથી કારણ કે તે વિશ્વનો સામનો કરવા તૈયાર નથી. તબ્બુ, જે યુવાનીમાં અજય સાથે પ્રેમમાં હતી, પરંતુ હવે તે જીમીના પાત્ર સાથે લગ્ન કરી ચુકી છે, ક્રિષ્ના (અજય)ના પરત આવવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. ફ્લૅશબૅક્સ, જે ટ્રેલરમાં વારંવાર આવે છે, શાંતનુ અને સાઈને યુવાન અજય અને તબ્બુની ભૂમિકા ભજવતા બતાવે છે. ક્રિષ્ના તેની જેલની મુદત પૂરી કર્યા પછી તેની પ્રેમિકાને ભૂલી શક્યો નથી, તે તબ્બુને તેના પતિ સાથે મળે છે તબ્બુનો પતિ જાણવા માંગે છે કે ક્રિષ્નાએ ગુનો કર્યો છે કે કોઈએ તેને ફસાવ્યો છે. જે પ્રેક્ષકોને વિચારમાં મૂકી છે કે તે રાત્રે શું થયું હતું.

ટ્રેલરમાં અજયની શાયરી સાથે 90ના દાયકાની નોસ્ટાલ્જિયા છે, જે દિલજલે અને દિવાલેના યુગમાં પાછા ફરે છે. ફિલ્મ માટે મૂળ સાઉન્ડટ્રેક જાણીતા અને પ્રખ્યાત સંગીત નિર્દેશક એમએમ ક્રેમાની દ્વારા રચવામાં આવ્યું છે અને ટ્રેલરમાં, બે ગીતો દર્શાવવામાં આવ્યા છે, જેમાંથી એક જુબીન નૌટિયાલે ગાયું છે.

આ પણ વાંચો: Richest Bollywood Couple: સૌથી ધનિક બોલિવુડ કપલ કોણ? રણવીર-દીપિકા, વિરુષ્કા, આલિયા-રણબીર ટોપ 5 માં પણ નથી

ગયા મહિને, ફિલ્મનું ટીઝર રિલીઝ થયું એમાં અજયે અને તબ્બુ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. જેમાં ઓન-સ્ક્રીન કપલ એકસાથે હોળીની ઉજવણી કરતા જોવા મળે છે. તેઓ કલરથી સાથે રમે છે. ટીઝરમાં જેલનો એક યુનિફોર્મ પહેરેલ અજય જેલની બહાર વરસાદમાં એક્શન સીન કરી રહ્યો છે. “દુશ્મન ધ હમ હી અપને…. #AuronMeinKahanDumTha #AMKDT નું ટીઝર હવે રિલીઝ થયું છે. મુવી 5મી જુલાઈ, 2024 સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એનએચ સ્ટુડિયો અને એ ફ્રાઈડે ફિલ્મવર્કસ પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત અને શિતલ ભાટિયા, નરેન્દ્ર હિરાવત અને કુમાર મંગત પાઠક (પેનોરમા સ્ટુડિયો) દ્વારા નિર્મિત, ઓરોં મેં કહાં દમ થા 5 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું છે, જેમણે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, એ વેન્સડે, સ્પેશિયલ 26 અને ઘણી સફળ અને વખાણાયેલી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ