Avatar 2 OTT: જેમ્સ કેમેરૂનની અવતારઃ ધ વે ઓફ વોટર’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવામાં કોઈ કસર છોડી ન હતી. હવે આ ફિલ્મ સંબંધિત ખુશબર સામે આવી છે. જે લોકો ફિલ્મ જોવાથી વંચિત તેઓ ખૂબ જ ટૂંક સમયમાં તમામ દર્શકો ઘરે બેઠા OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મનો આનંદ માણી શકશે.
આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે
OTT પર આ ફિલ્મ જોવા માંગતા તમામ દર્શકો disneymovieinsiders.com પર જઈને આ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ જોઈ શકે છે. આ જ કારણ છે કે આ ફિલ્મ હાલમાં ભાડા પર ઉપલબ્ધ છે. દર્શકો આ ફિલ્મને YouTube અને iTunes પર ખરીદી શકે છે, જેના હાઇ ડેફિનેશન વર્ઝનની કિંમત 850 અને સ્ટાન્ડર્ડ ડેફિનેશન વર્ઝનની કિંમત 690 છે. આ સાથે, ડિજિટલ વર્ઝનમાં કેટલાક પાછળના દ્રશ્યો પણ જોવા મળશે. ભારતીય દર્શકો લાંબા સમયથી OTT પ્લેટફોર્મ પર આ શાનદાર ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની રાહ પૂરી થશે.
અવતારની સિક્વલ છે
ઉલ્લેખનીય છે કે,’અવતારઃ ધ વે ઓફ વોટર’ 2009માં આવેલી જેમ્સ કેમરુનની ફિલ્મ ‘અવતાર’ની સિક્વલ છે. જ્યારથી પહેલો ભાગ હિટ થયો છે ત્યારથી દુનિયાભરમાં જેમ્સ કેમરુનની ફિલ્મોના તમામ ચાહકો તેની રાહ જોઈ રહ્યા હતા.
જેમ્સ કેમરુનની ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા અને ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. IMDb એ આ ફિલ્મને 7.8 રેટિંગ આપ્યું છે.
આ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું
જેમ્સ કૈમરૂનની ફિલ્મ અવતાર 2 ભારતમાં અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ સહિત મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. આ તમામ ભાષાઓમાં આ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું છે.
અવતાર: ધ વે ઓફ વોટર એક કાલ્પનિત ગ્રહ પૈંડોરાની કહાની
આ ફિલ્મ અંગે વાત કરીએ તો અવતાર: ધ વે ઓફ વોટર એક કાલ્પનિત ગ્રહ પૈંડોરાની કહાની છે. જેમાં જેક સલી નાવી બની જાય છે, કબીલાની રાજકુમારી સાથે લગ્ન કરી ઘર સંસાર માંડે છે થતા તેમના સંતાનનો જન્મ થાય છે. આ દરમિયાન તેના પર બીજી વખત ઘાતકી હુમલો કરવામાં આવે છે. ત્યારે જેક તેના પરિવારને બચાવવા માટે જે પ્રત્યત્નો હાથ ધરે છે તેના આ કહાની ફિલ્મમાં દર્શાવવામાં આવે છે.
સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો
ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મોની વાત કરીએ તો નંબર 1 પર વર્ષ 2022માં રિલીઝ થનારી અવતાર 2 છે, બીજી ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી એવેંજર્સ: એંડગેમ બીજા નંબર પર છે, તો 2018માં રિલીઝ થયેલી ફિલ્મ એવેંજર્સ: ઇનફિનિટી વોર ત્રીજા સ્થાન પર આવે છે. આ બાદ ચૌથા નંબર પર વર્ષ 2021માં આવેલી ફિલ્મ સ્પાઇડરમેન: નો વે હોમ આવે છે, પાંચમા નંબર પર 2016ની ફિલ્મ ધ જંગલ બુક છે.