Avatar 2 : અવતાર 2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધમાલ, ત્રણ દિવસમાં કરી કરોડોની કમાણી

Avatar 2 Review: અવતાર 2 ભારતમાં રિલીઝ થછ છે. જેમ્સ કેમરૂનની હોલીવુડ મૂવી અવતાર 2 ભારતમાં રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી રહી છે. પ્રથમ ત્રણ દિવસમાં જ 150 કરોડથી વધુની કમાણી કરી છે.

Written by Kiran Mehta
Updated : December 19, 2022 18:45 IST
Avatar 2 : અવતાર 2 બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધમાલ, ત્રણ દિવસમાં કરી કરોડોની કમાણી
અવતાર 2 અવતાર ધ વે ઓફ વોટર મૂવી રિવ્યૂ

Avatar the way of water: અવતાર બાદ અવતાર 2 એટલે કે અવતાર ધ વે ઓફ વોટર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હોલિવૂડ મૂવી અવતાર ની સિક્વલ અવતાર ધ વે ઓફ વોટર 13 વર્ષ બાદ આવી છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ દર્શકોનો પ્રેમ જીતવામાં સફળ રહી છે. રિલિઝ થયાના ત્રણ દિવસમાં જ અંદાજે 150 કરોડથી વધુ કમાણી કરી છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને અનોખી સ્ટોરીને લીધે અવતાર દર્શકોની પહેલી પસંદ બની છે.

હોલીવૂડ મૂવી અવતાર 2 છેવટે રિલીઝ થઇ છે. દર્શકો માટે આ મૂવી મોસ્ટ અવેટેડ રહી છે. દર્શકો છેલ્લા 13 વર્ષથી અવતાર 2 આવે એની રાહ જોતા હતા. અવતાર ધ વે ઓફ વોટર એ અવતાર ફિલ્મની સિક્વલ છે. જે વિઝ્યુઅલ ઇફેક્ટસ અને સ્ટોરીને લઇને એક ખાસ આકર્ષણ ધરાવે છે.

વર્ષ 2019 માં રિલીઝ થયેલી અવતાર મૂવી દર્શકોમાં ઘણી લોકપ્રિય થઇ હતી. હવે અવતાર ધ વે ઓફ વોટર પેંડોરા અને એના રહેવાસીઓની સ્ટોરીને આગળ વધારે છે. ફિલ્મમાં લેટેસ્ટ વએફએક્સ ટેકનિકનો ઉપયોગ એને વધુ સુંદર બનાવી રહી છે.

અવતાર ધ વે ઓફ વોટર દુનિયાની સૌથી મોંઘી મૂવી પૈકીની એક છે. 13 વર્ષ પહેલા વર્ષ 2009 માં રિલીઝ થયેલી અવતાર ફિલ્મ પણ દર્શકોને ભારે પસંદ આવી હતી. આ મૂવીએ અંદાજે 3 બિલિયન ડોલર કરતાં વધુ કમાણી કરી હતી.

હોલીવૂડ ફિલ્મ ડાયરેક્ટર જેમ્સ કૈમરને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અવતાર 2 માટે બોક્સ ઓફિસ પર બ્રેક ઇવન પોઇન્ટ 2 બિલિયન ડોલર છે. એટલે કે 2 બિલિયન ડોલર પછી બધો નફો છે અને ફિલ્મને સફળ કરવા તરફ આગળ લઇ જશે.

મનોરંજનના લેટેસ્ટ ન્યૂઝ, એક ક્લિક પર

દુનિયાભરના ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલા તજજ્ઞો આ ફિલ્મની કમાણી 4 બિલિયન ડોલર કરતાં પણ વધુ થવાની આશા સેવી રહ્યા છે. આ સંજોગોમાં શુક્રવારે ભારતમાં રિલિઝ થયેલી અવતાર 2 ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્રણ દિવસમાં જ અવતાર 2 એ 150 કરોડની કમાણી કરી લીધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ