Avatar the way of water: અવતાર બાદ અવતાર 2 એટલે કે અવતાર ધ વે ઓફ વોટર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હોલિવૂડ મૂવી અવતાર ની સિક્વલ અવતાર ધ વે ઓફ વોટર 13 વર્ષ બાદ આવી છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ દર્શકોનો પ્રેમ જીતવામાં સફળ રહી છે. રિલિઝ થયાના ત્રણ દિવસમાં જ અંદાજે 150 કરોડથી વધુ કમાણી કરી છે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને અનોખી સ્ટોરીને લીધે અવતાર દર્શકોની પહેલી પસંદ બની છે.
હોલીવૂડ મૂવી અવતાર 2 છેવટે રિલીઝ થઇ છે. દર્શકો માટે આ મૂવી મોસ્ટ અવેટેડ રહી છે. દર્શકો છેલ્લા 13 વર્ષથી અવતાર 2 આવે એની રાહ જોતા હતા. અવતાર ધ વે ઓફ વોટર એ અવતાર ફિલ્મની સિક્વલ છે. જે વિઝ્યુઅલ ઇફેક્ટસ અને સ્ટોરીને લઇને એક ખાસ આકર્ષણ ધરાવે છે.
વર્ષ 2019 માં રિલીઝ થયેલી અવતાર મૂવી દર્શકોમાં ઘણી લોકપ્રિય થઇ હતી. હવે અવતાર ધ વે ઓફ વોટર પેંડોરા અને એના રહેવાસીઓની સ્ટોરીને આગળ વધારે છે. ફિલ્મમાં લેટેસ્ટ વએફએક્સ ટેકનિકનો ઉપયોગ એને વધુ સુંદર બનાવી રહી છે.
અવતાર ધ વે ઓફ વોટર દુનિયાની સૌથી મોંઘી મૂવી પૈકીની એક છે. 13 વર્ષ પહેલા વર્ષ 2009 માં રિલીઝ થયેલી અવતાર ફિલ્મ પણ દર્શકોને ભારે પસંદ આવી હતી. આ મૂવીએ અંદાજે 3 બિલિયન ડોલર કરતાં વધુ કમાણી કરી હતી.
હોલીવૂડ ફિલ્મ ડાયરેક્ટર જેમ્સ કૈમરને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અવતાર 2 માટે બોક્સ ઓફિસ પર બ્રેક ઇવન પોઇન્ટ 2 બિલિયન ડોલર છે. એટલે કે 2 બિલિયન ડોલર પછી બધો નફો છે અને ફિલ્મને સફળ કરવા તરફ આગળ લઇ જશે.
મનોરંજનના લેટેસ્ટ ન્યૂઝ, એક ક્લિક પર
દુનિયાભરના ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલા તજજ્ઞો આ ફિલ્મની કમાણી 4 બિલિયન ડોલર કરતાં પણ વધુ થવાની આશા સેવી રહ્યા છે. આ સંજોગોમાં શુક્રવારે ભારતમાં રિલિઝ થયેલી અવતાર 2 ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્રણ દિવસમાં જ અવતાર 2 એ 150 કરોડની કમાણી કરી લીધી છે.