Ayesha Takia : આયેશા ટાકિયા ફરીથી તેના લુકને કારણે થઈ ટ્રોલ,શું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએકટીવેટ કર્યું?

Ayesha Takia : તાજતેરમાં આયેશા ટાકિયાનો લુક લોકોને પસંદ ન આવ્યો અને લાગ્યું કે તેણે તેના ચહેરા પર સર્જરી કરાવી છે તેથી લોકોએ આયેશા ટાકિયાને ખરાબ રીતે ટ્રોલ કરી હતી અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ટ્રોલનો જવાબ પણ આપ્યો હતો.

Ayesha Takia : તાજતેરમાં આયેશા ટાકિયાનો લુક લોકોને પસંદ ન આવ્યો અને લાગ્યું કે તેણે તેના ચહેરા પર સર્જરી કરાવી છે તેથી લોકોએ આયેશા ટાકિયાને ખરાબ રીતે ટ્રોલ કરી હતી અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ટ્રોલનો જવાબ પણ આપ્યો હતો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Ayesha Takia Look Trolling

Ayesha Takia : આયેશા ટાકિયા ફરીથી તેના લુકને કારણે થઈ ટ્રોલ,શું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએકટીવેટ કર્યું?

Ayesha Takia : આયેશા ટાકિયા (Ayesha Takia) બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. વોન્ટેડ, ડોર, 'ટારઝનઃ ધ વન્ડર કાર' અને અન્ય જેવી ફિલ્મોમાં તેનો અભિનય દર્શકોને હજુ પણ યાદ છે. તે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર રહી છે. એકટ્રેસએ 2012 થી ફિલ્મો કરી નથી અને ઘણા વર્ષોથી ક્યાંય જોવા પણ મળી નથી. તેણે 2009 માં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે. તે થોડા મહિના પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને ચાહકો તેને લાંબા સમય પછી જોઈને ચોંકી ગયા હતા કારણ કે તે ખુબજ અલગ દેખાતી હતી અને તેનો લુક વાયરલ થતાં ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Advertisment

આયેશા ટાકિયા લુક ટ્રોલિંગ (Ayesha Takia look trolling)

તાજતેરમાં આયેશા ટાકિયાનો લુક લોકોને પસંદ ન આવ્યો અને લાગ્યું કે તેણે તેના ચહેરા પર સર્જરી કરાવી છે તેથી લોકોએ આયેશા ટાકિયાને ખરાબ રીતે ટ્રોલ કરી હતી અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ટ્રોલનો જવાબ પણ આપ્યો હતો. એકટ્રેસે તેના પર કમેન્ટ કરવા અને તેના દેખાવ પર હાસ્યાસ્પદ અભિપ્રાયો આપવા બદલ લોકોની નિંદા કરી હતી. હવે તે ફરી એકવાર ટ્રોલ થઈ છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો: Vaani Kapoor : પિતાનો વિરોધ છતાં સપનું પૂરું કરવા મુંબઈ પહોંચી, હોટેલમાં કામ કર્યું, વાણી કપૂર પાસે આટલી સંપત્તિ

તે હેવી જ્વેલરી સાથે બ્લુ અને ગોલ્ડન સાડી પહેરેલી જોવા મળી રહી છે. તે તેના ઓપન હેયર વાળી પોસ્ટ વાયરલ થઈ હતી. લોકોએ ફરી એકવાર તેના લુક પર કમેન્ટ કરી અને તેનો ચહેરો ચેન્જ થયા બદલ તેને ટ્રોલ કરી હતી. એક યુઝર લખે છે 'તમે તમારા ચહેરા અને નેચરલ બ્યુટીનો નાશ કેમ કર્યો?" અન્ય એક વ્યક્તિએ લખ્યું 'અરે યે ક્યા કર દિયા'

Advertisment

આ પણ વાંચો: Devoleena Bhattacharjee : ગોપી વહુ તરીકે ઘરે ઘરે જાણીતી બની, ગરીબ પરિવારમાં ઉછેર, અત્યારે દેવોલિના ભટ્ટાચાર્જીની આટલી નેટવર્થ

કેટલાકે કહ્યું કે તે હવે ક્યૂટ નથી રહી તો કેટલાકે કહ્યું કે તે સારી દેખાઈ રહી છે પરંતુ કુદરતી સુંદરતા હવે ખોવાઈ ગઈ છે. લોકોએ તેને તેના ચહેરા સાથે ખરાબ કરવા માટે પૂછ્યું હતું. જો કે, એવું લાગે છે કે આયેશાએ ઇન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ કાઢી નાખી છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએકટીવેટ કરી નાખ્યું છે. જેથી લોકો ચોંકી ગયા છે.એવું લાગે છે કે તેણે તેની પોસ્ટ પર ઘણા નકારાત્મક મેસેજ જોયા પછી ડીએકટીવેટ કર્યું હશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ